લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે હાલના સ્તરના લગભગ 10 ગણો વધારો કરીને કોરોના વાઇરસ પરીક્ષણમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રાજ્યમાં દરરોજ કોરોના ચેપ માટે લગભગ 3200 પરીક્ષણ કરવામાં આવે છે.
SGPGIMS સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર આર. કે એ જણાવ્યું કે, પરીક્ષણ વૃદ્ધિ અભિયાનના ભાગ રુપે, સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ મેડિકલ સાયન્સ પણ તેની પરીક્ષણ ક્ષમતામાં અઢીગણો વધારો કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, પરીક્ષણ એ કોરોના વાઇરસ નિયંત્રણની વ્યુહ રચનાનો નિર્ણાયક ઘટક છે. યુપી સરકારે વધુ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે અને હવે જે છે તેનાથી દસ ગણાનો વધારો થશે. SGPGIMS પણ પરીક્ષણ માટે વધુ નમુનાઓ મુકશે.