લખનઉ: ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે પોતોના તમામ મુતવલ્લીને તાબલીગી જમાત કાર્યક્રમમાં પાછા ફરેલા કોઈપણ વ્યક્તિ વિશે પોલીસને તાત્કાલિક જાણ કરવા નિર્દેશ આપ્યો છે.
શિયા વકફ બોર્ડે કહ્યું- જમાતીયો વિશે પોલીસને માહિતી આપો...
ઉત્તર પ્રદેશના શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે એક નિવેદનમાં કહ્યું છે કે, યુપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના તમામ મુતવલ્લીને જાણ કરવામાં આવી રહી છે કે, કોઈપણ તબલીગી જમાત કાર્યકર વિશે પોલીસને જાણ કરો. ભલે તે કોઈપણ મસ્જિદો, મદરેસાઓમાં અથવા કોઈ મુસ્લિમ ઘરમાં છુપવાની કોશિશ કરતો હોય. આ માટે શિયા વકફ બોર્ડે હેલ્પલાઈન પર જાણ કરવા વિનંતી કરી છે.
યુપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના તમામ મુતવલ્લીને જાણ કરવામાં આવી રહી છે કે, કોઈપણ તબલીઘી જમાતના કાર્યકર તમારી કોઈપણ મસ્જિદો, મદ્રેસામાં હાજર થઈ શકે છે અથવા કોઈ મુસ્લિમ છુપાવવા માંગતા હોવ તો તરત જ પોલીસને અથવા શિયા વકફ બોર્ડ હેલ્પલાઈન પર જાણ કરો.
તેમણે કહ્યું કે, નેપાળની સરહદવાળા વિસ્તારો અને મસ્જિદમાં વધારે ધ્યાન આપે. જો કોઈ મુતવલ્લીએ વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી તો વક્ફ બોર્ડ સરકારને રાસુકા કાનૂન લગાવવાની વાત કરશે. આ અંગે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શિયા વક્ફ બોર્ડને લગતા તમામ આશ્રયદાતાઓને ટેલિફોન દ્વારા જાણ કરવા સૂચના આપવામાં આવી છે.