ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલને ઝારખંડના ઉગ્રવાદી સંગઠન TSPC તરફથી ધમકી ભર્યો પત્ર મળ્યો છે. આ પત્રમાં TSPC દ્વારા 10 દિવસની અંદર રાજ્યપાલને રાજભવન છોડી દેવાની ધમકી આપવામાં આવી છે. તેમણે પત્રમાં લખ્યું કે, જો રાજ્યપાલ રાજભવન છોડીને નહીં જાય તો, રાજભવનને ડાયનેમાઇટથી ઉડાવી દેવામાં આવશે.
UP: રાજભવનને TSPC ઝારખંડે ડાયનામાઈટથી ઉડાવવાની ધમકી આપી - યુપી રાજભવનને ડાયનેમાઇટથી ઉડાવવાની ધમકી આપતો પત્ર મળ્યો
લખનઉ: ઝારખંડના ઉગ્રવાદી સંગઠન TSPCએ ઉત્તર પ્રદેશના રાજભવનને ઉડાવવાની ધમકી આપી છે. તેમણે એક પત્ર લખીને ધમકી આપી છે. પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
ગૃહ વિભાગને જરૂરી કાર્યવાહી માટે પત્ર સોંપવામાં આવ્યો
રાજભવનમાંથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્ય સચિવ રાજ્યપાલના હેમંત રાવે ધમકી ભર્યા પત્રને ધ્યાનમાં રાખી, પત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગમાં મોકલી આપ્યો છે.
સુરક્ષા અજન્સીઓ સતર્ક
રાજ્યપાલને રાજભવન ઉડાવવાની ધમકી ભર્યો પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે. રાજ્યપાલની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા માટે ગૃહ વિભાગમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યું છે. સાથે જ મુખ્ય સચિવ રાજ્યપાલ હેમંત રાવ તરફથી ગૃહ વિભાગને મોકલવામાં આવેલા પત્રને લઇને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.