યુપી પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની તસવીરો બહાર પાડી છે. બંને આરોપીઓના નામ અશફાક અને મોઈનુદ્દીન છે. આ બાજુ કમલેશ તિવારીની હત્યા કરીને ભાગેલા બંને આરોપીઓ રવિવારે મોડી રાતે શાહજહાપુરમાં જોવા મળ્યાં. બંને ગૌરીફાંટાથી થઈને નેપાળ ભાગવાની ફિરાકમાં હતાં પરંતુ કડક ચેકિંગના કારણે સફળ થઈ શક્યા નથી. ડીજીપી ઓપી સિંહે બંને પર અઢી અઢી લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
કમલેશ તિવારી હત્યા કાંડ: UP પોલીસે જાહેર કરી 2 હત્યારાઓની તસ્વીર
લખનઉ: યુપી પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની તસવીરો બહાર પાડી છે. બંને આરોપીઓના નામ અશફાક અને મોઈનુદ્દીન છે. યૂપી પોલીસે બે હત્યારાઓની તસ્વીર જાહેર કરી છે.જેમાં અશફાક તથા મુઇનુદ્દીન છે.આ દરમિયાન ગઇ કાલે પોલીસે નાગપુરથી એક આરોપીની ધરપકડ કરી હતી.જેને યુપી પોલીસે આરોપીને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા.
નાગપુરથી 29 વર્ષીય વેપારીની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસેને આશંકા છે કે સૈયદ આસિમ અલીઆ ઘટનામાં મહત્વની ભૂમિકા ભજવી છે.જેણે મહારાષ્ટ્રની ATS ની ટીમે નાગપુરના મોનિનપુરા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. આ સિવાય રવિવારના રોજ અમદાવાદથી ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.જેમાં મૌલાના મોહસિન શેખ,ખુર્શીદ અહમદ પઠાન,ફૈજાન છે.
શહેરના સીસીટીવી ફૂટેજમાં બંને સ્ટેશન રોડથી અશફાક નગર જતા જોવા મળ્યાં. રેલવે સ્ટેશન પાસે એક હોટલના મેનેજર રાજેન્દ્રકુમારે જણાવ્યું કે લખનઉથી આવેલી પોલીસે હોટલમાં લાગેલા CCTV ફૂટેજ જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફૂટેજમાં બંને સંદિગ્ધ રવિવાર રાતે 12 વાગે રેલવે સ્ટેશનથી શહેર તરફ જતા જોવા મળ્યા હતાં. રોડવેઝના સ્ટેશન માસ્ટર સુશીલ ત્રિવેદીએ જણાવ્યું કે એસઆઈટીએ બસ સ્ટેશને લાગેલા સીસીટીવી કેમેરા અંગે પૂછ્યું. બસ સ્ટેશન પર હાજર મુસાફરો પાસેથી સંદિગ્ધની ઓળખ કરાવવાની પણ કોશિશ કરી.