ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ટ્વીટ પર ઉત્તર પ્રદેશ પોલીસની પ્રતિક્રિયા

ઉત્તર પ્રદેશઃ રાજ્ય પોલીસને બદનામ કરવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રમેલો દાવ ઉલટો પડ્યો છે. ઇમરાન ખાને તેના ટ્વિટર હેન્ડલથી ખોટા સંદર્ભ સાથે એક જૂના વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના પર યુપી પોલીસે વળતો જવાબ આપ્યો છે.

By

Published : Jan 4, 2020, 12:18 PM IST

up police reactions on pakistan pm imran khan tweet
ઇમરાન ખાનના ટ્વીટ પર ઉત્તર પ્રદેશ પોલીસની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર ખોટા સંદર્ભ સાથે એક જૂનો વીડિયો પોસ્ટ કરવા બદલ પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનની નિંદા થઈ રહી છે. જે બાદ યુપી પોલીસે પણ તેમને સામો જવાબ આપ્યો છે.

ઇમરાન ખાને શુ કર્યું હતું ટ્વીટ

ટ્વીટર પર ઈમરાન ખાન ટ્રેન્ડ પર

શુક્રવાર સાંજે ઈમરાન ખાને 2 મિનીટની 3 વીડિયો ક્લિપ પોસ્ટ કરીને લખ્યું કે, ભારતીય પોલીસ ઉત્તર પ્રદેશમાં મુસલમાનો સાથે સામુહિક હિંસા કરી રહી છે. જે બાદ આ વીડિયોના કારણે તેમની ખુબ આકરા શબ્દોમાં ટીકા થઈ હતી. ગણતરીમા કલાકોમાં જ તેમણે આ પોસ્ટ ડિલીટ કરી હતી.

ઇમરાન ખાનના ટ્વીટ પર ઉત્તર પ્રદેશ પોલીસની પ્રતિક્રિયા

યુપી પોલીસે આપ્યો જવાબ

યુપી પોલીસે તાત્કાલિક ઈમરાન ખાનના આ ટ્વીટનો જવાબ પોતાના ઓફિસિયલ અકાઉન્ટ પરથી આપ્યો હતો. પોલીસે તેમના જવાબમાં લખ્યું કે, આ ઉત્તર પ્રદેશનો વીડિયો નથી, પરંતુ મે, 2013માં બાંગ્લાદેશની કોઈ ઘટનાનો છે. વીડિયોમાં દેખાતા સૈનિકોના ગણવેસ પર RAB(રેપિડ એક્શન બટાલિયન) લખ્યું છે. જેમાં સૈનિકો બાંગ્લામાં વાત કરી રહ્યા છે.

ઇમરાન ખાનના ટ્વીટ પર ઉત્તર પ્રદેશ પોલીસની પ્રતિક્રિયા

ઈમરાને પોતાનો જ પોપટ કર્યો

પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાને આ વીડિયો મૂક્યા, બાદ તેનો દાવો ખોટો પડતા તેણે આ ત્રણેય વીડિયો ડિલીટ કર્યા હતા. આ પોસ્ટ બાદ તેઓ હાંસીને પાત્ર બન્યા હતા.

ABOUT THE AUTHOR

...view details