લખનઉ: બોલીવૂડ સિંગર કનિકા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તે ચર્ચામાં આવી ગઈ છે. તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા પહેલાં કનિકા અનેક લોકોના સંપર્કમાં આવી હતી. કનિકા કપૂરના સંપર્કમાં આરોગ્ય પ્રધાન જયપ્રતાપ સિંહ પણ આવ્યા હતા. આરોગ્ય પ્રધાન જય પ્રતાપ સિંહે પોતાને આઈસોલેટ કર્યા હતા. તેમજ તેમને કોરોનાનો રિપોર્ટ કરવા માટે મોકલાયા હતા.
કોરોનાગ્રસ્ત કનિકા કપૂરના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ આવ્યા, જાણો કોના શું રિપોર્ટ આવ્યા... - રિપોર્ટ
બોલિવૂડની જાણીતી સિંગર કનિકા કપૂરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની પાર્ટીમાં સામેલ થયેલા યુપીના આરોગ્ય પ્રધાન જય પ્રતાપ સિંહ પર કોરોનાનું સંકંટ ઘેરાયું હતું. આરોગ્ય પ્રધાનનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
કોરોનાગ્રસ્ત કનિકા કપુર
સ્વાસ્થ પ્રધાનની સાથે અંદાજે 45 લોકોના બ્લડ સેંપલ KGMUમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાથી 28 લોકો આરોગ્ય પ્રધાનના સંપર્કમાં હતા. જેમાંથી 17 અન્ય લોકો પણ સામેલ હતા. હાલમાં બધા જ લોકોના રિપોર્ટ આવી ગયા છે. તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.