ઉત્તર પ્રદેશ: UP હિંસાના વિરોધીઓના ફોટા સાથે લગાવાયેલા પોસ્ટર્સ મામલે ઉત્તર પ્રદેશ સરકાર સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયને પડકારી શકે છે. જોકે, ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે હજૂ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર, યોગી સરકાર દ્વારા લગાવાયેલા કથિત દંગાખોરોના ફોટા સાથેના પોસ્ટર્સ હટાવવા બાબતે અલાહબાદ હાઈકોર્ટે આપેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. સોમવારે અલાહબાદ હાઈકોર્ટે લખનઉ વહીવટી તંત્રને 16 માર્ચ સુધીમાં આ બધા પોસ્ટર્સ હટાવવા માટે આદેશ આપ્યો છે. અલાહબાદ હાઈકોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિ ગોવિંદ માથુર અને ન્યાયમૂર્તિ રમેશ સિન્હાની ખંડપીઠના જિલ્લા વહીવટી તંત્રના આ નિર્યણને ગેરકાયદેસર ગણાવતા આ બાબતને વ્યક્તિગત સ્વતંત્રનું હનન ગણાવ્યું હતું. ગૃહ વિભાગના મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું કે, પોસ્ટર મામલે અલહાબાદ હાઈકોર્ટેના નિર્ણયને પડકારવા બાબતે હજુ કોઈ નિર્ણય લીધો નથી. આગળ શું કરવું એ અંગે વિચારણા ચાલી રહી છે.
આ બાબતે અલાહબાદ હાઈકોર્ટેના આદેશ બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ બાબતે વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજી હતી. જો કે, અવસ્થીએ આવી કોઈ બેઠક યોજાઈ હોય એ વાતને રદિયો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાટનગર લખનઉમાં 19 ડિસેમ્બરે CAA વિરૂદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનના કેસમાં પોલીસે દંગાખોર હોવાનો દાવો કરીને મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરી હતી અને તેમાંથી 57 વિરૂદ્ધ રિકવરી નોટિસ ફટકારી હતી. ગુરૂવારે, જિલ્લા વહીવટી તંત્રે શહેરના હજરતગંજ સહિત ચાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 100 મોટા ચોકડીઓ અને સ્થળોમાં પોસ્ટર્સ લગાવ્યા હતા, જેમાં આ આરોપીઓના મોટા ફોટો, સરનામાં અને વ્યક્તિગત માહિતી પણ છાપવામાં આવી છે. આ લોકો સામે ઘણા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે.
મૃત્યુંજય કુમારે જણાવ્યું કે, અદાલતના આદેશને યોગ્ય દિશામાં જોવો જોઈએ. મુખ્ય પ્રધાનના સૂચના સલાહકાર મૃત્યુંજય કુમારે જણાવ્યું કે, અદાલતના આદેશને યોગ્ય દિશામાં જોવો જોઈએ. તેમને ટ્વીટ પર લખ્યું કે, દંગાખોરાના પોસ્ટર્સ હટાવવા બાબતે અલાહબાદ હાઈકોર્ટેના આદેશને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. તેમના પોસ્ટર્સ હટાવાશે, તેમના પર લગાવેલી કલમો નહીં હટે. દંગાખોરોની ઓળખ ઉજાગર કરવા માટેની લડાઈ ઉપર સુધી લડવી પડશે. યોગીરાજમાં દંગાખોરો સાથે નરમાઈની આશા રાખવી અશક્ય છે.