ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશ સરકાર પણ લવ જિહાદ સામે કડક કાયદો લાવશે - Yogi adityanath government

મધ્યપ્રદેશ સરકાર બાદ હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે પણ લવ જિહાદ પર કડક કાયદો ઘડવાનો નિર્ણય લીધો છે. આ માટે ગૃહ વિભાગે ન્યાય તેમજ નીતિ વિભાગને પ્રસ્તાવ પણ મોકલાવી દીધો છે. વિધિ આયોગે ગત્ત વર્ષે યોગી સરકારને આ માટે એક પ્રસ્તાવ મોકલ્યો હતો.

મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશ સરકાર પણ લવ જિહાદ સામે કડક કાયદો લાવશે.
મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશ સરકાર પણ લવ જિહાદ સામે કડક કાયદો લાવશે.

By

Published : Nov 20, 2020, 12:27 PM IST

  • યોગી સરકાર લવ જિહાદ વિરુદ્ધ કડક કાયદો લાવવાની તૈયારીમાં
  • ગૃહ વિભાગે ન્યાય તેમજ વિધિ વિભાગને મોકલ્યો
  • વહેલી તકે રાજ્યમાં કાયદો લાગુ કરી દેવામાં આવશે

લખનઉ: થોડા દિવસો પહેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ચૂંટણીઓ દરમિયાન લવ જિહાદનો કાયદો લાવવાની વાત કરી હતી. તેમણે સભામાં જણાવ્યું હતું કે, લવ જિહાદના ષડયંત્ર દ્વારા ધર્માંતરણ નહીં થવા દેવાય.

લવ જિહાદની ઘટનાઓ પર યોગી સરકાર લાદશે અંકુશ

ઉત્તર પ્રદેશમાં સતત બની રહેલી લવ જિહાદની ઘટનાઓ પર યોગી સરકાર અંકુશ લાવવાની તૈયારીઓમાં છે. આ કાયદા અંગેના પ્રસ્તાવ વિધિ વિભાગને મોકલવામાં આવ્યો છે. આ અંગે જરૂરી સમીક્ષા તથા ચર્ચા વિચારણા કર્યા બાદ તેને રાજ્યમાં લાગુ કરી દેવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details