ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રયાગરાજ: એક જ પરિવારના ચાર લોકોની હત્યા - એક પરિવારના 4 સભ્યોની હત્યા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા થઇ હતી. ઘટનાની માહિતી મળતાં જ સી.ઓ. સોરાંવ, એસએસપી પ્રયાગરાજ સહિત ઘણા અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને કેસની તપાસમાં લાગી ગયા હતા.

ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશ

By

Published : Jul 3, 2020, 5:15 PM IST

પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશના સંગમનગરમાં ફરી એકવાર રુવાંડા ઉભા કરી નાખે તેવી ઘટના સામે આવી છે. નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલ નગર ગામે એક જ પરિવારના ચાર લોકોની હત્યા કરાઈ હતી. તે જ સમયે, એક મહિલા ગંભીર રીતે ઘાયલ હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગંભીર રીતે ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવની માહિતી મળતા જ સંબંધિત પોલીસ દળ અને પ્રયાગરાજના એસએસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ચાર હત્યા અંગેની માહિતી મળતાં, સી.ઓ. સોરાંવ, પ્રયાગરાજના એસએસપી (પોલીસ અધિક્ષક) સહિતના ઘણા અધિકારીઓ પહોંચ્યા હતા અને કેસની તપાસમાં લાગી ગયા હતા. પરિવારજનોની પૂછપરછના આધારે પોલીસ શકમંદોના ઘરે દરોડા પાડીને હત્યારાઓની શોધમાં લાગી છે.

ABOUT THE AUTHOR

...view details