ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપીના સીએમ યોગી અને ઉત્તરાખંડના સીએમ રાવત બદ્રીનાથ પહોંચ્યા, વિશ્રામગૃહનો કરશે શિલાન્યાસ - કેદારનાથ

ઉત્તર પ્રદેશના સીએમ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. ગઇકાલે (સોમવાર) ભારે હિમવર્ષાના કારણે બંન્ને મુખ્ય પ્રધાનો લગભગ 8 કલાક સુધી કેદારનાથ ધામમાં રોકાયા હતા. આજે મંગળવારની સવારે બંન્ને મુખ્ય પ્રધાનો બદ્રીનાથ પહોંચ્યા હતા.

chamoli news
chamoli news

By

Published : Nov 17, 2020, 9:49 AM IST

  • યુપીના સીએમ અને ઉત્તરાખંડના સીએમ બદ્રીનાથ પહોંચ્યા
  • બદ્રીનાથમાં યુપીના પર્યટન વિભાગના વિશ્રામગૃહનો શિલાન્યાસ કરશે
  • ભારે હિમવર્ષાને કારણે બંને સીએમ કેદારનાથ ધામમાં ફસાયા હતા

ચમોલી (ઉત્તરાખંડ): રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાર ધામ સહિત પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઇ છે. કેદારનાથમાં હિમવર્ષાને કારણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત અહીં ફસાયા હતા. જો કે, મોસમમાં સુધારો થતા બંને મુખ્યમંત્રી હેલિકોપ્ટર મારફતે ગૌચર હવાઇ મથક પહોંચ્યા હતા. જ્યા બંને સીએમ આઇટીબીપીના વિશ્રામગૃહમાં રોકાયા હતા અને ત્યાથી બદ્રીનાથ ધામ માટે નીકળ્યા હતા.

ભારે હિમવર્ષાને કારણે કેદારનાથમાં રહેવાની ફરજ પડી

તમને જણાવીએ કે, સોમવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતને કેદારનાથી ધામથી બદ્રીનાથ પહોંચીને યુપીના પર્યટન વિભાગના વિશ્રામગૃહનો શિલાન્યાસ કરવાનો હતો. પરંતુ કેદારનાથ અને બદ્રીનાથમાં ભારે હિમવર્ષાથી બંને સીએમને કેદારનાથ ધામમાં રહેવાની ફરજ પડી હતી.

શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે

આજે યુપી અને ઉત્તરાખંડના સીએમ બદ્રીનાથ પહોંચ્યા છે. જ્યા બંને સીએમ ભગવાન બદરીવિશાલના દર્શન સાથે શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે જ 10 કલાકે બદ્રીનાથમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે.

ABOUT THE AUTHOR

...view details