ઉત્તર પ્રદેશઃ વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆતમાં જ હંગામો થયો હતો. રાજ્યપાલ આનંદી પટેલના અભિભાષણ બાદ વિપક્ષી ધારાસભ્ચોએ CAA અને NRCના મુદ્દે આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. દેશમાં લાગુ કરાયેલાં નાગરિકતા સંશોધન કાયદા અને NRCના વિરોધમાં વિપક્ષી ધારાસભ્યો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પાસે પહોંચી ગયા હતા.
UP બજેટ સત્રઃ વિપક્ષી ધારાસભ્યો રાજ્યપાલ આનંદીબેનની નજીક પહોંચી ગયાં... - નાગરિકતા સંશોધન કાયદા અને NRCના વિરોધ
આજે ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્ર માટે યોજાયેલી એક સભમાં વિપક્ષી ધારાસભ્યોએ પોતાના પદ, વ્યવસ્થાની મર્યાદા અને વિધાનસભાની ગરિમાને નેવે મૂકીને હોબાળો મચાવ્યો છે. જેમાં કેટલાંસ ધારાસભ્યો ઉશ્કેરાટ રાજ્યપાલ વોલ સુધી પહોંચી ગયા હતા.
તેમજ પોસ્ટર લહેરવાની પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં હતા. આ સાથે જ સરકારને નબળી કાયદા વ્યવસ્થા નામે ટોણાં મારી રહ્યાં હતા. યોગી સરકાર આગામી 18 ફેબ્રુઆરીએ પોતાનું ચોથું બજેટ રજૂ કરશે. આજથી શરૂ થનાર UP બજેટ 7 માર્ચ સુધી ચાલશે. આ પહેલા બુધવારે વિધાનસભા અધ્યક્ષ હદય નારાણ દીક્ષિતે બજેટનું સંચાલ કરવા માટે તમામ દળને સહયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ તેમણે વિધાનસભાની તમામ દળની બેઠકમાં કહ્યું હતું કે, "તાર્કિક, તથ્ય આધારિત અને ગુવવત્તાપૂર્ણ જન સમસ્યાનું સમાધાન કરવામાં આવશે."