વારાણસીમાં રહેનારી મહિલાએ આરોપ લગાવ્યો છે કે, 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ધારાસભ્ય રવિન્દ્ર નાથ ત્રિપાઠીના ભત્રીજા સંદીપ ત્રિપાઠીએ તેમને મુંબઈથી ભદોહી બોલાવી હતી. ભદોહીની એક હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમને જણાવ્યું કે, રવિન્દ્રનાથ ત્રિપાઠી અને તેમના પરિવારના 6 લોકોએ તેમના પર દુષ્કર્મ આચર્યું હતું.
યુપીના ભદોહીના ભાજપના ધારાસભ્ય સહિત 6 લોકો સામે દુષ્કર્મનો કેસ - યુપીના ભદોહીના ભાજપના ધારાસભ્ય સહિત 6 લોકો સામે બળાત્કારનો કેસ
લખનઉ: ઉત્તરપ્રદેશના ભદોહીના બીજેપી ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત 6 લોકો સામે સામૂહિક દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ આરોપ લગાવનારી મહિલા વારાણસીની રહેવાસી છે.

મહિલાએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, 2014 માં ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીના ભત્રીજા સંદીપ ત્રિપાઠી સાથે તેમની મુલાકાત થઈ હતી. તે ટ્રેનમાં મુંબઇ મુસાફરી કરી રહી હતી. ત્યારે બંને ટ્રેનમાં સારા મિત્રો બન્યા અને બંનેએ એક બીજાના મોબાઇલ નંબર શેર કર્યા હતા. બાદમાં લગ્નના બહાને ધારાસભ્યના ભત્રીજા સંદીપે કેટલાક વર્ષો સુધી તેમની સાથે શારીરિક શોષણ કર્યું હતું.
મહિલાની ફરિયાદના આધારે ભદોહી કોટવાલીમાં કેટલીક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક રામબદનસિંહે જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિચાર-વિમર્શ બાદ જે મુજબના તથ્થો સામે આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.