લખનઉઃ બલરામપુર ભાજપના મહિલા મોર્ચાના જિલ્લા પ્રમુખ મંજુ તિવારીને હવામાં ફાયરિંગ કરવાનું મોંઘુ પડ્યુ હતું. કોરોના સામેની લડાઈમાં વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મીનિટ સુધી દીવો કે મીણબતી પ્રગટાવવા અથવા મોબાઈલની ફ્લેસ લાઈટ ઓન કરી એકતોનો સંદેશો આપવા અપીલ કરી હતી. પરંતુ ઉત્સાહીત આ મહિલા નેતાએ હવામાં ફાયરિંગ કર્યુ હતું. જેમનો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ કોતવાલી પોલીસે મહિલા નેતા સામે વિસ્ફોટક સામગ્રીનો દુરુપયોગ કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો.
વડાપ્રધાને દીવો પ્રગટાવવાનું કહ્યું પરંતુ ભાજપની આ મહિલા નેતાએ તો ફાયરિંગ કર્યુ - દીવો પ્રગટાવવાનું કહ્યુ હતું,ભાજપની આ મહિલા નેતાએ તો ફાયરિંગ કર્યુ
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષ મંજુ તિવારીએ ઉત્સાહમાં આવીને ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગ તેમણે વડાપ્રધાન મોદીની 9 મીનિટ દીવો, મીણબત્તી અથવા મોબાઈલની ફ્લેસ લાઈટ ચાલુ કરવાની અપીલના સમર્થનમાં કર્યુ હતું.
દીવો પ્રગટાવવાનું કહ્યુ હતું,ભાજપની આ મહિલા નેતાએ તો ફાયરિંગ કર્યુ
એક બાજુ પોલીસે આ મહિલા નેતા સામે કાર્યવાહી શરૂ કરી છે. બીજી બાજુ પાર્ટી દ્વારા તેમને પદ પરથી દુર કરી શિસ્તભંગના પગલાં લેવાયા છે.