નવી દિલ્હી : કોંગ્રેસ કાર્ય સમિતિએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના વાઇરસ સંકટના કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે કોરોના વાઇરસના લોકડાઉનના કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારને એક રણનીતિ બનાવવાની જરૂર હતી. તેઓએ વધુ જણાવતા કહ્યું કે લોકડાઉન જરૂરી હોઇ શકે છે, પરંતુ તેનાથી લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
વધુમાં જણાવતા કહ્યું કે કોવિડ-19 સામે લડાઇ લડવા સ્થિર અને ભરોસાપાત્ર તપાસનો કોઇ વિકલ્પ નથી. વર્તમાનમાં આપણા ડોક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓની દરેક માત્રામાં જરૂરત છે.