ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉન્નાવ દુષ્કર્મ મામલો: પીડિતાનો મૃતદેહ પહોંચ્યો વતનમાં, ગામની આજુ બાજુમાં સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત - Safdarjung Hospital

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી ઉન્નાવ સામુહિક દુષ્કર્મ પીડિતાનું મૃત્યુ થયુ છે. પીડિતા ગત રાત્રે 11 વાગ્યે 40 મિનિટે જીંદગી સામેની લડાઈ હારી ગઈ અને અંતિમ શ્વાસ લીધા. આજે સવારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારબાદ પીડિતાનો મૃતદેહ લઈને એમ્બ્યુલન્સ ઉન્નાવ જવા રવાના થઈ ગઈ છે. જે હાલમાં પોતાના વતનમાં આ પીડિતાનો મૃતદેહ પહોંચ્યો છે.

પીડિતાનો મૃતદેહ
Ambulance

By

Published : Dec 7, 2019, 5:12 PM IST

Updated : Dec 7, 2019, 9:40 PM IST

સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટીક સર્જરી વિભાગના પ્રમુખ ડોક્ટર શલભ કુમારે જણાવ્યું કે, 'અમારા અનેક પ્રયાસ કરવા છતાં અમે યુવતીને બચાવી શક્યા નહીં. સાંજે તેની હાલત વધુ ખરાબ થવા લાગી. રાત્રે 11 વાગ્યે 10 મિનિટે તેને હાર્ટ એટેક આવ્યો. અને 11 વાગ્યે 40 મિનિટે યુવતીનું મોત થયું.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જીવતી સળગાવાયા બાદ તેને ગંભીર હાલતમાં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. દિલ્હી ટ્રાફિક પોલીસે યુવતીને એરપોર્ટથી સફદરજંગ હોસ્પિટલ લાવવા માટે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. પીડિતાને લખનૌથી દિલ્હી એરલીફ્ટ કરવામાં આવી હતી.

સફદરજંગથી ઉન્નાવ લાવવામાં આવી રહ્યો છે દુષ્કર્મ પીડિતાનો મૃતદેહ

આ પહેલાં ડોક્ટર કુમારે જણાવ્યું હતું કે, યુવતીને જ્યારે સફદરજંગ લાવવામાં આવી ત્યારે તેની સ્થિતિ ઘણી ગંભીર હતી. માટે તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ પીડિતાના શરીરના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું.

પીડિતાએ એસડીએમ દયાશંકર પાઠકને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તે દુષ્કર્મ કેસને લઈને રાયબરેલી જઈ રહી હતી. ત્યારે રસ્તામાં પહેલેથી હાજર રહેલા ગામના રહેવાસી હરિશંકર ત્રિવેદી, રામકિશોર ત્રિવેદી, ઉમેશ બાજપેયી અને દુષ્કર્મના આરોપી શિવમ ત્રિવેદી અને શુભમ ત્રિવેદીએ તેના ઉપર હુમલો કર્યો અને પેટ્રોલ છાંટી આગ લગાવી હતી.

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, શિવમ અને શુભમ ત્રિવેદીએ ડિસેમ્બર 2018માં તેનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. જોકે તેની ફરિયાદ માર્ચ મહિનામાં નોંધવામાં આવી હતી.

Last Updated : Dec 7, 2019, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details