ભૂતપૂર્વ ધારાસભ્ય વિરૂદ્ધ આજે તીસ હજારી કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં આખરે ભારે દલીલો વચ્ચે કોર્ટે ભૂતપૂર્વ ધારાસભ્યને દોષી જાહેર કર્યો છે.
દિલ્હીની તીસ હજારી કોર્ટ ઉન્નાવ દુષ્કર્મ મુદ્દે ધારાસભ્ય કુલદીપ સેંગર સાથે જોડાયેલી બાબતો અંગે આવતીકાલે એટલે 16 ડિસેમ્બરે ચુકાદો આપશે. 10 ડિસેમ્બરે કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટ આ મુદ્દે 2 ડિસેમ્બરથી બધા પક્ષોની દલીલો સાંભળી રહી છે.
આ ઘટનામાં 22 લોકોના નિવેદન નોંધાયા છે. કોંર્ટે બચાવ પક્ષના 9 સાક્ષી જ્યારે ફરિયાદી પક્ષના 13 સાક્ષીઓના નિવેદન નોંધ્યા. 1 ઑક્ટોબરે કોર્ટે ઉન્નાવના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનું નિવેદન નોંધ્યુ હતું. જેમણે દુષ્કર્મ પીડિતાના કાકીનું નિવેદન નોંધ્યુ. તેમજ પીડિતાની માતાનું પણ નિવેદન નોંધાયુ છે.
દિલ્હીમાં પીડિતાને રહેવા માટેની વ્યવસ્થા કરવાના આદેશ કરાયા હતા. 24 ઑક્ટોબરે કોર્ટે પીડિતા અને તેમના પરિવારના સદસ્યોને દિલ્હીમાં રહેવા માટેની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના કહેવાથી 28 જુલાઈ લખનઉથી દિલ્હી એમ્સમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં પીડિતાનું નિવેદન નોંધાયુ હતુ. આ સમગ્ર ઘટનામાં પાંચ ફરિયાદ દાખલ થઈ હતી.
ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કુલદીપ સિંહ સેંગર દ્વારા 2017માં ઉન્નાવમાં એક યુવતીને અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જેની પર તીસ હજારી કોર્ટ ચુકાદો આપશે.