દિલ્હીની તીસ હજારી કોર્ટે ઉન્નાવ રેપ કેસની સુનવણીમાં આઈફોન કંપની પાસે આરોપીના લોકેશનનો રિપોર્ટ માંગ્યો હતો. જે અંગે જવાબ આપતાં એપ્પલ કંપનીના વકીલે જણાવ્યું હતું કે, "ઘટનાના દિવસની આરોપી કુલદીપ સિંહ સેંગરની લોકેશનની માહિતી કંપની પાસે નથી."
ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરની લોકેશનની માહિતી નથીઃ આઇફોન
નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ કેસની અગાઉની સુનાવણીમાં આરોપીએ ઘટના સ્થળે હોવાનું નકાર્યુ હતું. જેથી કોર્ટે એપ્પલ કંપની પાસે કુલદીપ સિંહ સેંગરની લોકેશન માગી હતી, ત્યારે કંપનીના વકીલે આરોપીની કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.
ઉન્નાવ રેપ કાંડના આરોપી કુલદીપ સેંગર
ઉલ્લેખનીય છે કે, આ કેસની સુનાવણી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્શ કોર્ટ જજ ધર્મેશ શર્માની કોર્ટમાં ચાલી રહી છે. અગાઉ 29 ડિસેમ્બરની સુનવણીમાં કોર્ટે એપ્પલ કંપનીને આરોપીની ઘટનાના દિવસની લોકેશન શું છે, તે ક્યાં હતો ? વિગેરેની જાણકારી આપવાનો આદેશ કર્યો હતો.