ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અનલોક-4 ગાઇડ લાઈનઃ 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ, મોટા કાર્યક્રમોમાં 100 લોકોને છૂટ - ભારતમાં કોરોના

દેશમાં કોરોના લોકડાઉન બાદ આંશિક રીતે કેટલીક છૂટછાટો આપવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે સાંજે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઇડલાઈન પ્રમાણે 7, સપ્ટેમ્બરથી દિલ્હીમાં મેટ્રો ટ્રેન દોડવા લાગશે. જોકે, આ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. 1લી સપ્ટેમ્બરથી સોશિયલ, અકાદમિક સ્પોર્ટ્સ, એન્ટરટેઈનમેન્ટ, કલ્ચર, ધાર્મિક, રાજકીય કાર્યક્રમનું આયોજન થઈ શકશે. જેમા 100 લોકોને ભાગ લેવા મંજૂરી મળશે.

unlock-4
અનલોક-4 ગાઇડ લાઈન

By

Published : Aug 30, 2020, 7:43 AM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના લોકડાઉન બાદ આંશિક રીતે કેટલીક છૂટછાટો આપવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે સાંજે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઇડલાઈન પ્રમાણે 7, સપ્ટેમ્બરથી દિલ્હીમાં મેટ્રો ટ્રેન દોડવા લાગશે. જોકે, આ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. 1લી સપ્ટેમ્બરથી સોશિયલ, અકાદમિક સ્પોર્ટ્સ, એન્ટરટેઈનમેન્ટ, કલ્ચર, ધાર્મિક, રાજકીય કાર્યક્રમનું આયોજન થઈ શકશે. જેમા 100 લોકોને ભાગ લેવા મંજૂરી મળશે.

અનલોક-4માં 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ થશે. જો કે, 21 સપ્ટેમ્બરથી જ ધાર્મિક, રાજકીય કાર્યક્રમોમાં 100 લોકો સામેલ થઈ શકશે, પરંતુ શાળા-કોલેજ તો બંધ રહેશે. કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઇડલાઈન્સ બહાર પડી છે. જેમાં 5 મહિના બાદ 3 મોટી રાહત મળી છે. જેમાં પહેલી 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ કરવાની પરવાનગી, બીજી 21 સપ્ટેમ્બરથી કોઈપણ પ્રસંગમાં 100 લોકો ભેગા થઈ શકશે અને ત્રીજી છૂટ સ્કૂલ-કોલેજ તો બંધ જ રહેશે, પરંતુ 9થી 12 ધોરણના બાળકો ટીચર્સના ગાઈડન્સ માટે પોતાની ઈચ્છાથી સ્કૂલે જઈ શકશે.

અનલોક-4ની આ મોટી છૂટછાટ મળી

  • કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉનનું પાલન કરવું પડશે.
  • દરેકે સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવું પડશે. દુકાનો પર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવું ફરજીયાત
  • અનલોક-4 અંતર્ગત રાજ્ય સરકાર 7 સપ્ટેમ્બરથી દિલ્હી, કોલકતા, મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરમાં મેટ્રો સેવા શરૂ થશે.
  • 21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સાંસ્કૃતિક, એકેડમી, રમત-ગમત, મનોરંજન અને રાજકીય આયોજન કરી શકાશે અને 100 લોકો એકઠાં થઈ શકશે.
  • ઓપન એર થિયેટરને પણ 21 તારીખથી ખોલવાની છૂટ અપાઈ છે, પણ શરતો આધિન
  • 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે, હાજર રહેનારને માસ્ક પહેરવું ફરજીયાત.
  • સ્કૂલ, કોલેજ, એજ્યુકેશનલ અને કોચિંગ ઈન્સ્ટિટ્યુટ્સ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
  • ઓનલાઈન કોચિંગ અને ટેલિ કાઉન્સલિંગ જેવા કામ માટે 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને સ્કૂલ બોલાવી શકશે.
  • 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ટીચર્સના માર્ગદર્શન માટે પોતાની ઈચ્છાથી સ્કૂલે જઈ શકશે.
  • નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ્સ, ઈડસ્ટ્રિલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ્સ (ITI) અને શોર્ટ ટર્મ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ આપી શકાશે.
  • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપમાં પણ ટ્રેનિંગ શરૂ કરી શકાશે.
  • માત્ર પીએચડી કરી રહેલા રિસર્ચ સ્કોલર્સ માટે હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ્સ ખુલશે.
  • ટેક્નિકલ અને પ્રોફેશનલ કોર્સિસ માટે જે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને લેબોરેટરીનો ઉપયોગ કે એક્સપેરિમેન્ટ વર્ક જરૂરી છે તે કોલેજ જઈ શકશે.
  • રાજ્ય સરકારો હવે રાજ્ય, જિલ્લા, સબ ડિવિઝન, શહેર કે ગામ્ય સ્તરે કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર કેન્દ્ર સરકારની સલાહ વગર લોકડાઉન લગાવી શકશે નહીં.
  • રેગ્યુલર પેસેન્જર ટ્રેન સેવા બંધ રહેશે. હાલ પસંદગીની ટ્રેન જ ચાલી રહી છે.
  • ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ રહેશે, માત્ર વંદે ભારત મિશન અંતર્ગત ફ્લાઈટ્સ ચાલુ
  • થિયેટર, સ્વીમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, ક્લોઝ્ડ થિયેટર બંધ રહેશે.

ABOUT THE AUTHOR

...view details