ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનઃ યુનિવર્સિટી બહાર રજિસ્ટ્રાર અને પ્રોફેસર વચ્ચે ઝપાઝપી - Rajasthan university news

રાજસ્થાનમાં 2 વર્ષ પહેલા આસિસ્ટન્ટ અને એસોસિએટ પ્રોફેસરના પ્રોબેશન પિરિયડને વધારવાનો મામલો આજે ફરી ઉછળ્યો છે. મામલો એવો હતો કે, કુલપતિ સચિવાલય બહાર સિન્ડિકેટ સભ્યોને લેવા આવેલા રજિસ્ટ્રારને શિક્ષકો દ્વારા રોકાતા રજિસ્ટ્રારે હાથ ઉપાડ્યો હતો. ત્યારબાદ પ્રોફેસર અને રજિસ્ટ્રાર વચ્ચે ઝપાઝપી થઇ હતી.

Rajathan
Rajathan

By

Published : Oct 14, 2020, 10:06 PM IST

જયપુર: રાજસ્થાનમાં બે વર્ષ પહેલા આસિસ્ટન્ટ અને એસોસિએટ પ્રોફેસરના પ્રોબેશન પિરિયડને વધારવાનો મામલો આજે ફરી ઉછળ્યો છે. મામલો એવો હતો કે, કુલપતિ સચિવાલય બહાર સિન્ડિકેટ સભ્યોને લેવા આવેલા રજિસ્ટ્રારને શિક્ષકો દ્વારા રોકાતા રજિસ્ટ્રારે હાથ ઉપાડ્યો હતો. ત્યારબાદ પ્રોફેસર અને રજિસ્ટ્રાર વચ્ચે ઝપાઝપી થઇ હતી.

Rajasthan

આ મામલાને લઈ રાજસ્થાન વિશ્વવિદ્યાલયની બહાર એસોસિએટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા નિયમીતીકરણની માંગને લઇને ધરણાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શિક્ષકોએ સિન્ડિકેટ સભ્ય રામલખન સિંહને રોક્યા હતા. તો બીજી બાજુ તેમને લેવા માટે આવેલા રજિસ્ટ્રાર અને પ્રોફેસર વચ્ચે ઝપાઝપી થઇ હતી. કુલપતિ સાથે વાત કરી પ્રોફેસરોને કુલ સચિવ દ્વારા સિન્ડિકેટ સભ્યોને અંદર લઈ લઈ જતા રોકવા પર કુલ સચિવે શિક્ષકો પર હાથ ઉપાડ્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા શિક્ષકો અને કુલ સચિવ વચ્ચે પણ હાથાપાઈ થઇ હતી. કુલસચિવ હરફૂલ સિંહે પોતાના બચાવ માટે મહિલા શિક્ષકને ધક્કો માર્યો હતો, જ્યારે સેનેટ સભ્ય વિનોદ શર્માને થપ્પડ મારી હતી. આ દરમિયાન કુલપતિએ બહાર આવીને મામલો શાંંત પાડવાની કોશિશ કરી હતી. જ્યારે શિક્ષકોએ આ અંગે સીએમ અને રાજ્યપાલને ફરિયાદ કરવા તેમજ હાથાપાઈને લઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની વાત કરી છે.

વર્ષ 2018માં રાજસ્થાન વિશ્વવિદ્યાલયમાં એસોસીએટ અને આસિસ્ટન્ટ પ્રોફેસરના પદો પર ભરતી કરવામાં આવી હતી. જેમાં 147 શિક્ષકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, ગત દિવસોમાં સિન્ડિકેટની બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષકોના પ્રોબેશન પિરિયડને 6 મહિના સુધી વધારવામાં આવ્યો છે, આ સાથે કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે. જેમાં નિયુક્ત થયેલા શિક્ષકોના દસ્તાવેજોની તપાસ કરવાની વાત કહેવામાં આવી છે, જેને લઈ શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details