ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર જલ્દી જ કરી શકે છે વૈશ્વિક આતંકવાદી ઘોષીત: બ્રિટેન - Gujarati news

ન્યૂઝ ડેસ્કઃ બ્રિટિશ ઉચ્ચ અદાલતે કહ્યુ કે, સંયુક્ત રાષ્ટ્ર જલ્દી જ મસૂદ અઝહરને વૈશ્વિક આતંવાદી ઘોષિત કરી શકે છે. સાથે જ આતંકી સંગઠનો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.

મસૂદ અઝહર

By

Published : Apr 27, 2019, 1:49 PM IST

બ્રિટિશ ઉચ્ચ અદાલતે સર ડોમિનિક એસકીથે પુલવામા હુમલા અને ત્યારબાદની ઘટનાઓને લઈ પણ વાત કરી છે. તેમણે કહ્યુ કે, આ ઘટના બાદ બ્રિટને ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા તણાવને ઓછો કરવામાં અહમ ભૂમિકા ભજવી છે.

બ્રિટિશ હાઈ કમિશ્નર સર ડોમિનિક અક્કિથ અજહરને એક આતંકવાદી તરીકે જાહેર કરવા બાબતે પૂછ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, ચીન આ નિર્ણયનો વિરોધ કરી રહ્યો હોવાથી અમે ચીનની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છીએ.

બ્રિટીશ હાઈ કમિશ્નર સર ડોમિનિક એક્વિથ(ફાઇલ ફોટો)

ઉલ્લેખનીય છે કે, વિતેલા મહિને ચીને આતંકી અઝહર મસૂદને આતંકવાદી જાહેર કરવા પર અસહમતિ દર્શાવી હતી. આ તેમણે ચોથી વખત કર્યુ છે. વધુમા તેમણે કહ્યુ કે, બ્રિટન અઝહરને આતંકવાદીની યાદીમાં સામેલ કરવામાં સમર્થન આપી રહ્યુ છે. તેમને વિશ્વાસ છે કે, આ મામલા પર જલ્દીથી નિર્ણય આવશે.

ABOUT THE AUTHOR

...view details