ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય માર્ગ-પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જોજીલા ટનલના નિર્માણ કાર્યનો શુભારંભ કર્યો - Nitin Gadkari

જોજીલા- દર્રા, શ્રીનગર-કારગિલ-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ સમુદ્રની સપાટીથી 11,578 ફૂટની ઉંચાઈ પર આવેલો છે અને શિયાળામાં ભારે બરફવર્ષાને કારણે બંધ રહે છે. આ માર્ગ વિશ્વના વાહન સંચાલનની દ્રષ્ટિએ સૌથી જોખમી છે. સાથે જ આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે પણ ઘણો સંવેદનશીલ છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જોજીલા ટનલના નિર્માણ પહેલાં વિસ્ફોટના બટનને દબાવી કાર્યનો શુભારંભ કરાવ્યો હતો.

નીતિન ગડકરી
નીતિન ગડકરી

By

Published : Oct 15, 2020, 6:08 PM IST

નવી દિલ્હી: લદ્દાખના કારગિલ વિસ્તારને કાશ્મીર ખીણ સાથે જોડતી જોજીલા ટનલનું નિર્માણ આજથી શરૂ થઈ ગયું છે. ટનલના નિર્માણકાર્યની શરૂઆત કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બટન દબાવીને કરી હતી. આ ટનલને એશિયાની સૌથી લાંબી ટુ-વે ટનલ માનવામાં આવે છે. આ ટનલનું નિર્માણ પુરૂં થયા બાદ કાશ્મીર ખીણ અને લેહ વચ્ચે બારમાસી સંપર્ક સુવિધા મળી રહેશે.

આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ પણ છે. કારણ કે જોજીલા-દર્રા, શ્રીનગર-કારગિલ-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ સમુદ્રની સપાટીથી 11,578 ફૂટની ઉંચાઈ પર આવેલો છે. ભારે બરફવર્ષાને કારણે આ માર્ગ શિયાળામાં બંધ રહે છે. આ માર્ગ વિશ્વના વાહન સંચાલનની દ્રષ્ટિએ સૌથી જોખમી છે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જોજીલા ટનલના નિર્માણ કાર્યનો શુભારંભ કર્યો

આ ટનલ શ્રીનગર ઘાટી અને લેહ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-1 પર દ્રાસ અને કારગિલ થઈને પસાર થશે, જેથી કાશ્મીર ખીણ અને લેહ વચ્ચે બારમાસી સંપર્ક સુવિધા મળી રહેશે. તેનાથી જમ્મુ-કાશ્મીરમાં સર્વાંગી વિકાસ અને સામાજિક-સાંસ્કૃતિક સમન્વય વધશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, જોજીલા પાસ આશરે 3 હજાર મીટરની ઉંચાઇ પર 14.15 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટથી શ્રીનગર-કારગિલ-લેહ વિસ્તારમમાં બરફવર્ષા મુક્ત પ્રવાસનો લાભ મળશે. આ ટનલના નિર્માણથી શ્રીનગર-કારગિલ-લેહ વચ્ચે યાત્રાનો સમય ત્રણ કલાકથી ઘટીને ફક્ત 15 મિનિટનો થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018ના મે મહિનામાં 6 હજાર 800 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details