ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની એક દિવસીય અમેઠીના પ્રવાસે - smriti irani

ઉત્તર પ્રદેશઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સોમવારે એક દિવસ માટે અમેઠી પ્રવાસે છે. કેન્દ્રીય પ્રધાન અમેઠીમાં વિવિધ લોકાર્પણ તેમજ કાર્યક્રમોમાં ભાગ લેશે.

smriti irani in amethi
કેન્દ્રીય પ્રધાન

By

Published : Jan 6, 2020, 12:06 PM IST

વર્ષ 2020માં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સોમવારે અમેઠીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમેઠી પહોંચી મોહમ્મદ જાયસી જિલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. અસૈદીપુર ગૌરીગંજમાં અટલ સાંસદ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્ઘાટન કરશે. તેમની પ્રવાસ સવારે 9:30 વાગ્યે ફુરસતગંજના દર્દી આશ્રય સ્થાનના ઉદ્ઘાટનથી પ્રારંભ થશે. આ પછી રાત્રે આશરે સાડા દસ વાગ્યે અસૈદપુર રણ બસેરાનું પણ ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમની યાદી

ગૌરીગંજના શાહગઢ તાલુકામાં કિસાન કલ્યાણ કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. અમાફીના મુસાફિરખાના ખાતે દર્દી આશ્રય સ્થાનનું ઉદ્ઘાટન કરશે. અમેઠીમાં રાજેશ મસાલા ફેક્ટરી પરિસરમાં 5000 ધાબળા વિતરણ કરશે.

સાંજે દિલ્હી પરત ફરશે સ્મૃતિ ઈરાની

તેમના કાર્યક્રમના અંતિમ પડાવમાં સ્મૃતિ ઈરાની અમેઠીમાં કૌશલ વિકાસ કેન્દ્ર 'એનઆઈઓએસ સેન્ટર' અમેઠીનું ઉદ્ઘાટન પણ કરશે. જે બાદ અમેઠીથી સડક માર્ગે લખનઉ એરપોર્ટ જશે. ત્યાથી સાંજે 6:25 વાગે એર ઇન્ડિયાના વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે.

ABOUT THE AUTHOR

...view details