ગુજરાત

gujarat

By

Published : Jan 19, 2020, 1:09 PM IST

ETV Bharat / bharat

સ્મૃતિ ઈરાની જમ્મુ અને પિયુષ ગોયલ પહોંચશે શ્રીનગર, લોકો સુધી પહોંચાડશે વિકાસનો સંદેશ

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની રવિવારના રોજ જમ્મુ કાશ્મીરમના કટરા અને પંથલ વિસ્તારની મુલાકાત કરશે.તો પિયુષ ગોયલ પણ શ્રીનગરના પ્રવાસે છે. બન્ને કેન્દ્રીય નેતાઓનો આ પ્રવાસ મહત્વનો મનાઈ રહ્યો છે.

આજે સ્મૃતિ ઇરાની જમ્મુ કાશ્મીર તો પીયૂષ ગોયલ કરશે શ્રીનગરની મુલાકાત
આજે સ્મૃતિ ઇરાની જમ્મુ કાશ્મીર તો પીયૂષ ગોયલ કરશે શ્રીનગરની મુલાકાત

આ અંગે મુખ્ય સચિવ બી.વી.આર સુબ્રહ્મણ્યમે જમ્મુમાં સમીક્ષા બેઠક બાદ કહ્યું કે, એક મોટા કાર્યક્રમ અંતર્ગત 38 કેન્દ્રીય પ્રધાન જમ્મુ-કાશ્મીરમાં 60 સ્થળોની મુલાકાત કરશે. સૂત્રો મુજબ, નવી દિલ્હીમાં આયોજીત પ્રધાન પરિષદની બેઠકમાં વડા પ્રધાન મોદીએ કેન્દ્રીય પ્રધાનોને કહ્યું કે, સ્થાનિક લોકો સાથે વાતચીત કરે અને વિકાસના સંદેશને લોકો સુધી પહોંચાડે.

તેમણે કહ્યું કે, પ્રધાન ત્યાં લોકોને મળીને વિભિન્ન કેન્દ્રીય યોજનાઓની જાણકારી આપે, જેથી લોકોને લાભ થાય. તો સાથે જ વડાપ્રધાને પ્રધાનોને કહ્યું કે,આ મુલાકાત ફક્ત શહેરી વિસ્તારો સુધી સીમિત ન રહેવી જોઇએ. તેનો હેતુ ગામના લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવો. કેન્દ્રીય પ્રધાન 18 થી 24 જાન્યુઆરી સુધી જમ્મુ કાશ્મીરના પ્રવાસે રહેશે અને લોકોને સરકારી નીતિઓ વિશે માહીતી આપશે.

આ કાર્યક્રમ અંતર્ગત 38 કેન્દ્રીય પ્રધાન 18 જાન્યુઆરીથી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના વિભિન્ન જિલ્લાઓની મુલાકાત લેશે. આ દરમિયાન જમ્મુમાં 50 અને શ્રીનગરમાં 8 પ્રવાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details