જમ્મુ કાશ્મીરમાં વેપાર કરવામાં ગુજરાતીઓ અવ્વલ હશે
અમદાવાદ : જમ્મૂ કાશ્મીરમાંથી 370ની કલમ રદ થવાની સાથે તેનો વિશેષ રાજ્યનો દરજ્જો પણ ખતમ થઈ ગયો છે. જમ્મુ કાશ્મીરમાં રોજગારીની તકો વધારવા તેમજ તેનો વિકાસ કરવા આગળ વધી રહી છે. આ પર કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે,'જમ્મૂ કાશ્મીરમાં વેપાર કરવા માટે ગુજરાતીઓ માટે એક સારી તક છે. જમ્મુ કાશ્મીરમાં વેપાર કરવા જનારામાં ગુજરાતીઓ પ્રથમ હશે. 370 કલમ હટાવ્યા બાદ ત્યા વેપાર કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ગુજરાતીઓ ત્યાં દવાઓનો ઉદ્યોગ કરશે.
file photo
માંડવિયા એ વધુમાં કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં ઉદ્યોગ શરૂ કરાવાની અનુમતી આપવામાં આવી ત્યારે સૌપ્રથમ ગુજરાતીઓ એ વેપાર શરૂ કર્યો.