લોકસભામાં ત્રિપલ તલાક બીલ રજૂ, એક જાતિ માટે જ નહીં બધાં માટે કાયદો બનાવો: થરુર - undefined

2019-06-21 13:52:23
ત્રીપલ તલાક બિલની તરફેણમાં 186 અને વિરુદ્ધમાં 84 વોટ પડયા
2019-06-21 12:49:45
ન્યૂઝ ડેસ્ક: લોકસભામાં આજે ચોથી વખત ત્રિપલ તલાર બીલ રજૂ કરવામાં આવ્યું હતું.બિલ રજૂ થવા આગાઉ સમાજવાદી પાર્ટીના સાંસદ એસ.ટી.હસન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.17મી લોકસભાનું ગઠન થયા પછી મોદી સરકારના કાર્યકાળમાં આ પહેલુ બિલ રજૂ કરવામાં આવ્યું છે. જોકે વિપક્ષમાં શશિ થરુર દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો છે.
સપા સાંસદ એસ.ટી હસનએ કહ્યું કે આ બિલ લાવીને સરકારે વ્યવસ્થા ખરાબ કરી છે.રાષ્ટ્રપતિએ તેમના અભિભાષણમાં ત્રિપલ તલાક મુદ્દા વિશે વાત ન કરવી જોઇએ. ત્યારે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે સંસદમાં ત્રિપલ તલાક બિલ રજૂ કર્યું હતું. સરકારના ગયા કાર્યકાળમાં પણ ત્રિપલ તલાક બિલ લાવવામાં આવ્યું હતું પરંતુ તે રાજ્યસભામાં પસાર થઈ શક્યું નહતું.મોદી સરકારના આ બિલને એક બાજુ સમર્થન મળી રહ્યું છે જ્યારે બીજી બાજુ તેનો વિરોધ થઈ રહ્યો છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં લોકસભામાં આ બિલ પસાર થઈ ગયું હતું. ત્રિપલ તલાક બિલ મોદી સરકારનું આ સત્રનું મહત્વનું બિલ છે. જોકે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ રવિશંકર પ્રસાદે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ માટે આ બિલ મહત્વ ધરાવે છે.આ બિલ મુસ્લિમ મહિલાઓના ન્યાય માટે છે,હું તમામ વિરોધનો જવાબ આપીશ. રવિશંકરે વધુમાં કહ્યું કે મુસ્લિમ મહિલાઓ ન્યાય માંગી રહી છે.આ બિલ તેમની રક્ષા માટે છે. આ દરમિયાન હૈદરાબાદના સાંસદ ઔવેસીએ પણ ત્રિપલ તલાર બિલનો વિરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું કે આ બિલ બંધારણીય કલમ 14-15નું ઉલ્લંઘન કરે છે. સરકારને કોઇ મુસ્લિમ મહિલાઓની ચિંતા નથી.
કોંગ્રેસ સાંસદ શશિ થરુરે બિલના ડ્રાફ્ટનો વિરોધ કર્યો હતો. તેઓએ કહ્યું કે, આ બિલથી મુસ્લિમ મહિલાઓના હિતોની રક્ષા થશે નહીં. પણ તેમની મુશ્કેલીઓમાં વધારો થશે. થરુર બાદ ઔવેસીએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો. સ્પીકરે કહ્યું કે, તમે બિલ પર ચર્ચા થાય ત્યારે તેના વિરુધ્ધ બોલજો અત્યારે તો ફક્ત બિલ સદનમાં રજૂ કરવામાં આવ્યું છે.
અધ્યાદેશના આધાર પર તૈયાર કરવામાં આવેલા નવા બિલ પ્રમાણે આરોપીને પોલીસ જામીન આપી શકે નહીં. મેજિસ્ટ્રેટ પીડિત પત્નીનો પક્ષ સાંભળ્યા પછી યોગ્ય કારણોના આધાર પર જામીન આપી શકાય છે. તેમને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવીને લગ્ન ટકાવી રાખવાનો અધિકાર છે.બિલમાં જણાવ્યા પ્રમાણે, કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી બાળક માતાની સુરક્ષામાં રહેશે. આરોપીએ તેનું પણ ભથ્થુ આપવું પડશે. ત્રિપલ તલાકનો ગુનો ત્યારે જ માન્ય ગણાશે જ્યારે પીડિતા અથવા તેના પરિવારજનો ફરિયાદ દાખલ કરાવે.
TAGGED:
TRIPLE TALAQ BILL