ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ગો કોરોના ગો' કહેનારા કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે કોરોના સંક્રમિત

દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નેતા-અભિનેતાથી લઈ તમામ હસ્તીઓ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહી છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

'ગો કોરોના ગો' કહેનારા કેન્દ્રિય પ્રધાન રામદાસ અઠાવલે કોરોના સંક્રમિત
'ગો કોરોના ગો' કહેનારા કેન્દ્રિય પ્રધાન રામદાસ અઠાવલે કોરોના સંક્રમિત

By

Published : Oct 27, 2020, 5:03 PM IST

  • કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે કોરોનાની ઝપેટમાં
  • મંગળવારે અઠાવલેનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • સોમવારે પોતાની પાર્ટીના એક કાર્યક્રમમાં રહ્યા હતા હાજર
  • હાલમાં અઠાવલેને ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ

મુંબઈઃ કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે મંગળવારે કોરોના વાઈરસના સંક્રમણમાં આવી ગયા છે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી. અધિકારીએ કહ્યું કે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતાને દક્ષિણ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અઠાવલેનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો હતો વાયરલ

ફેબ્રુઆરીમાં પ્રાર્થના સભામાં એક ચીની રાજદ્વારી અને બૌદ્ધ ભિક્ષુકો સાથે 'ગો કોરોના ગો' બોલતા બોલતા અઠાવલેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ચીનમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે એક પ્રાર્થના સત્ર દરમિયાન 20 ફેબ્રુઆરીએ મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પર એક વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. રામદાસ અઠાવલે રાજ્યસભાના સભ્ય છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં સામાજિક ન્યાય રાજ્ય પ્રધાન પણ છે. સોમવારે મુંબઈમાં અભિનેત્રી પાયલ ઘોષ અઠાવલેની પાર્ટીમાં જોડાઈ, ત્યારે તે ત્યાં હાજર પણ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details