ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું નિધન, લાંબા સમયથી હતા બિમાર - Ram Vilas Paswan passes away

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. આ માહિતી તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આપી હતી.

રામ વિલાસ પાસવાન
રામ વિલાસ પાસવાન

By

Published : Oct 8, 2020, 10:46 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું છે. આ માહિતી તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આપી હતી.

ચિરાગ પાસવાને તેમના ટ્વીટમાં લખ્યું કે, 'પાપા હવે આ દુનિયામાં નથી રહ્યા, તમે જ્યાં પણ હશો હંમેશા મારી સાથે રહેશો. મિસ યુ પાપા'.

ઉલ્લેખનીય છે કે, રામ વિલાસ પાસવાન છેલ્લા કેટલાંક સમયથી બીમાર હતા અને દિલ્હીની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 74 વર્ષના રામ વિલાસ પાસવાનની થોડા દિવસો પહેલાં જ હાર્ટની સર્જરી કરવામાં આવી હતી.

ચિરાગ પાસવાનનું ટ્વીટ

બિહારમાં દલિતોના નેતા તરીકે નામના મેળવેલા રામ વિલાસ પાસવાને તેમની રાજકીય યાત્રામાં સફળતાના અનેક મુકામ હાંસલ કર્યા હતા. તેમણે બિહાર પોલીસની નોકરી છોડીને રાજકીય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.

લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામ વિલાસ પાસવાનનો જન્મ 5 જુલાઈ 1946ના રોજ ખગડિયાના એક દલિત પરિવારમાં થયો હતો. તેમણે બુંદેલખંડ યુનિવર્સિટી ઝાંસીથી એમ.એ. અને પટણા યુનિવર્સિટીમાંથી એલએલબીનું શિક્ષણ મેળવ્યું હતું.

પાસવાનની રાજકીય યાત્રાની શરૂઆત 1960ના દાયકામાં બિહાર વિધાનસભાના સદસ્ય તરીકે થઈ હતી. 1969માં પહેલીવાર પાસવાને બિહારની રાજ્યસભા ચૂંટણીમાં યુનાઇટેડ સોશ્યલિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. વર્ષ 1977માં પાસવાન છઠ્ઠી લોકસભામાં જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.

વર્ષ 2000માં રામ વિલાસ પાસવાને જેડીયુથી અલગ થઈને લોક જનશક્તિ પાર્ટીની રચના કરી. ત્યારબાદ તેમણે બારમી, તેરમી અને ચૌદમી લોકસભામાં સતત જીત મેળવી હતી. ઓગસ્ટ 2010માં તેઓ રાજ્યસભાના સદસ્ય તરીકે ચૂંટાયા હતા.

રામ વિલાસ પાસવાને તેમના જીવનકાળ દરમિયાન કોલસા, દૂરસંચાર, ખાદ્ય અને પુરવઠા, રેલવે જેવા અનેક મોટા મંત્રાલયો સંભાળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details