બાડમેર: કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરી છેલ્લા 1 અઠવાડિયાથી તેમના લોકસભા મત વિસ્તાર બાડમેર જેસલમેરની મુલાકાતે છે, આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરી બલોત્રામાં તેમના નિવાસ સ્થાન સાથે અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લેતા હતા અને તે પછી ચૌધરી જેસલમેર પ્રવાસ પર ગયા હતા. જ્યાં તેમણે અનેક ગામોમાં લોકો સાથે મુલાકાત કરી હતી.
કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, એઈમ્સ હૉસ્પિટલમાં દાખલ કરાયા - Rajasthan government
વિશ્વભરમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હવે નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. મોદી સરકારના અન્ય પ્રધાન કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાસ ચૌધરીને 8 ઓગસ્ટના રોજ લક્ષણો દેખતા જોધપુરના સર્કિટ હાઉસ ખાતે કોવિડ -19નો ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જોધપુરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
![કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, એઈમ્સ હૉસ્પિટલમાં દાખલ કરાયા કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:42:55:1596877975-rj-bmr-03-barmermp-avb-10009-08082020135720-0808f-01048-942.jpg)
કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાસ ચૌધરીએ શુક્રવારે જેસલમેરમાં એક પત્રકાર પરિષદ યોજી રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે હળવા તાવના કારણે તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા, જ્યાં ચૌધરીને મળવા આવતા લોકોને ત્યાંના ગાર્ડે મનાઈ કરી હતી. ચૌધરીએ થોડા દિવસો પહેલા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે તમામ લોકો તેમની સ્વાસ્થ્યનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ. નોંધનીય છે કે, કોવિડ -19 ના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, હવે સામાન્ય લોકો બાદ એક પછી એક નેતાઓ અને અભિનેતાઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે.