નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, " હું નબળાઇ અનુભવી રહ્યો હતો જેના પછી મેં મારા ડોક્ટરની સલાહ લીધી. જે બાદ મેં મારો કોરોના રિપોર્ટ કરાવ્યું હતો જે પોઝિટિવ આવ્યો છે. "કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, હું દરેકને વિનંતી કરું છું કે જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનું ધ્યાન રાખે અને પ્રોટોકોલનું પાલન કરે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી જાણકારી - નીતિન ગડકરી
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને કોરોના ચેપ લાગ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, " હું નબળાઇ અનુભવી રહ્યો હતો જેના પછી મેં મારા ડોક્ટરની સલાહ લીધી. જે બાદ મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે."
નીતિન ગડકરી
આ ઉપરાંત ભાજપ દિલ્હી એકમના પ્રમુખ આદેશ ગુપ્તા પણ કોરનાથી પ્રભાવિત થયા છે. બુધવારે તેમણે કહ્યું હતું કે, કોવિડ -19 ની તપાસ કરાવી હતી અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુપ્તાએ ટ્વિટ કર્યું કે, "ગયા અઠવાડિયે મને હળવો તાવ હતો પછી કોવિડ પરીક્ષણ કરાવ્યું હતું.