ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સમગ્ર દેશમાં બકરી ઈદની ઉજવણી, વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા - કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વી

નવી દિલ્હીઃ દેશભરમાં આજે ઈદ-ઉલ-અજહા (બકરીઈદ)નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં નમાઝ અદા કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ પણ નમાઝ અદા કરી હતી.

ભારતમાં બકરી ઇદની રોનક

By

Published : Aug 12, 2019, 8:25 AM IST

Updated : Aug 12, 2019, 9:41 AM IST

વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ પણ સમગ્ર દેશવાસીઓને બકરી ઇદની શુભેચ્છા પાઠવી હતી. પોતાના ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ કરીને દેશમાં શાંતિ અને હર્ષોલ્લાસ જળવાઇ રહે તેવી પ્રાર્થના કરીને શુભેચ્છા પાઠવી હતી.

આ પહેલા કાશ્મીરની ઘાટીઓમાં અનેક જિલ્લાઓમાં સામાન્ય સ્થિતિ જોવા મળી હતી. ટ્વીટર પર 1 મીનિટ 48 સેકેન્ડનો વીડિયો પોસ્ટ કરીને જમ્મુ અને કાશ્મીરના પોલીસકર્મી ઇમ્તિયાજ હુસૈને પોતાના ટ્વીટર અકાઉન્ટથી 10 ઓગસ્ટની રાત્રે 9.40 કલાકે જાણકારી આપી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વીટરના માધ્યમથી દેશવાસીઓને બકરી ઇદની પાઠવી શુભેચ્છા

રવિવારે બપોરના 12 કલાક સુધી વીડિયોને 3,50,000થી પણ વધુ સમય જોવાય ચૂક્યો છે અને 9000વખત રીટ્વીટ કરવામાં આવ્યો હતો.

આ વીડિયોમાં શ્રીનગર પોલીસ સામાન્ય જોવા મળી હતી. મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા ખરીદી કરવાથી ઘણી દુકાનોમાં ભીડ જોવા મળી હતી.

કેન્દ્રીય પ્રધાન નક્વીએ અદા કરી નમાઝ

ઉલ્લેખનીય છે કે, આ ટ્વીટ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ સદસ્ય તરૂણ વિજયે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'જુગ જુગ જીયો હુસૈન ભાઇ. તમને ઇદના ખૂબ ખૂબ અભિનંદન'

મહત્વનું છે કે, બકરી ઇદના પર્વે સમગ્ર દેશમાં વહેલી સવારે મુસ્લિમ ભાઇઓએ નમાઝ અદા કરીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. દિલ્લી, મધ્યપ્રદેશ, અલીગઢ સહિત મહારાષ્ટ્રમાં પણ નમાઝ અદા કરીને આ તહેવારની ધામ-ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

Last Updated : Aug 12, 2019, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details