ગાઝિયાબાદ: કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહે કહ્યું કે, તેમાં કોઈ રાજકારણ નથી. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને લાલકૃષ્ણ અડવાણીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. કારણ કે, રામ મંદિરના શિલાન્યાસ માટે મર્યાદિત સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ અંગે કોઈ રાજકારણ ન થવું જોઈએ.
ઓવૈસીના નિવેદન પર કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહે આપી પ્રતિક્રિયા, કારસેવકોને શુભેચ્છા પાઠવી - Bjp senior leader lal krushna advani
કેન્દ્રીય પ્રધાન અને ગાઝિયાબાદના સાંસદ વી.કે.સિંહે ઓવૈસીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, વિપક્ષનું કામ ભાષણ જ આપવાનું હોય છે અને તેમને તે કરવા દો. જ્યાં સુધી જનતાની વાત છે, ત્યાં આજે રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. જે મોટી વાત છે. આ ઉપરાંત રામ મંદિરના પાયાના પત્થરમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને નહીં બોલાવવા બાબતે પણ વી.કે.સિંહે પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે,AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કટ્ટર હિન્દુત્વ શબ્દનો ઉપયોગ કરીને સરકાર પર પ્રહાર કર્યો હતો.
ઓવૈસીના નિવેદન પર કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહે આપી પ્રતિક્રિયા, કારસેવકોને શુભેચ્છા પાઠવી
કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહે કહ્યું કે, કારસેવકોએ ખૂબ જ મહેનત કરી અને દરેકની મનોકામના રહી છે કે, રામ મંદિર બને. હું આજે બધા કારસેવકોને શુભેચ્છા પાઠવું છું. ઉપરાંત, એવા પણ કારસેવકો હતા, જે હવે રહ્યા નથી. તેમની સાથે પણ દરેકની સાંત્વના છે.