જોધપુર (રાજસ્થાન) : કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ફરી એકવાર સીએમ ગેહલોત પર પ્રહાર કર્યા અને કહ્યું કે, કોંગ્રેસના નેતાએ પાર્ટીમાં અને બહાર તેમના વિરોધીઓને નિશાન બનાવીને રાજ્યમાં રાજકીય નાટક બનાવ્યું છે. રાજસ્થાનના રાજકીય સંકડ અંગે પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયાના મૌન વિશે શેખાવતે કહ્યું હતું કે, વસુંધરાનું મૌન એક રણનીતિ હોઇ શકે છે અને કેટલીક વખત મૌન શબ્દો કરતાં વધુ ગુંજે છે.
શેખાવતે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, ગેહલોત લોકસભાની ચૂંટણીમાં તેમના પુત્રની હાર પચાવવામાં અસમર્થ છે, તેથી તે હારનો બદલો લેવા તેઓ મારી વિરુદ્ધ તમામ પ્રકારની રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે. શેખાવતે ફરી એક વાર કહ્યું રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં ભાજપને કોઈ લેવાદેવા નથી. આ કોંગ્રેસનો આંતરિક યુદ્ધ છે, જેમાં મુખ્યપ્રધાન અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ શામેલ છે.