રાજસ્થાન: જયપુર પ્રદેશમાં વધી રહેલા કોરોનાને લઇને હવે જોધપુરના સાંસદ અને મોદી કેબિનેટમાં જળશકિત પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત પણ કોરોનાથી સંક્રમિત થયા છે. શેખાવતે આ જાણકારી ટ્વીટ કરીને આપી હતી.
કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત કોરોના સંક્રમિત - Rajasthan
જોધપુરના સાંસદ અને મોદી કેબિનેટમાં જળશકિત પ્રધાન ગજેન્દ્ર શેખાવત પણ કોરોનાથી સંક્રમિત થયા છે. શેખાવતે ગુરૂવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વીટ કરીને જણાવ્યું કે, "હાલમાં મને કોરોનાના લક્ષણ દેખાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થયો છું" તેણે ટ્વીટ કરીને વધુમાં જણાવ્યું કે, જે લોકો છેલ્લાં થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, તે લોકો આઇસોલેટ થઇને પોતાનો ટેસ્ટ કરાવે અને બધાં લોકો સ્વસ્થ રહે અને પોતાનું ધ્યાન રાખે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં બાડમેર જેસલમેરના સાંસદ અને કેન્દ્રીય કૃષિકલ્યાણ રાજ્ય પ્રધાન કૈલાશ ચૌધરી અને બિકાનેરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ તેઓ સારવાર બાદ સ્વસ્થ છે.