આ પ્રસંગે અમિત શાહ સાથે વિજય રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા, RAFના વરિષ્ઠ અધિકારીઓ,જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં અમિત શાહે 100 બટાલિયન પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડ બાદ જવાનોએ દિલધડક કરતબો પણ દેખાડ્યા હતા.અમિત શાહે શહીદ જવાનોના પરિવારજનોને મેડલ તથા પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, RAFની 27મી વર્ષગાંઠ પ્રસંગમાં રહ્યા હાજર
અમદાવાદ:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે RAFની 27મી વર્ષગાંઠ પ્રસંગે પણ અમિત શાહે ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં અમિત શાહે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને RAFને સંબોધન કરીને જવાનોને મેડલ અને ટ્રોફી એનાયત કર્યા હતા.
Etv Bharat
આ પ્રસંગે અમિત શાહે સંબોધન કરતા કહ્યું હતું કે,
- રાષ્ટ્રીય પોલીસ માર્ગની રચના કરવામાં આવી છે
- રાષ્ટ્રીય પોલીસ માર્ગનો લોગો વડાપ્રધાન લોન્ચ કરશે
- તમામ લોકોએ એક વખત રાષ્ટ્રીય પોલીસ માર્ગ પર જવું જોઈએ
- હું આજે દેશની સામે કહેવા માગુ છું કે, દેશના જવાનોએ બલીદાન ન આપ્યું હોત તો આજે આપણે લદ્દાખને પ્રાપ્ત ન કરી શક્યા હોત
- 2100 જવાનોના પોતાના પ્રાણની આહુતી આપી જેના કારણે આજે આપણે ગમે ત્યારે ગમે તે સ્થળે જઈ કે ફરી શકીએ છીએ.
- RAFએ આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ સારું કાર્ય કર્યું છે
- જે હેતુ આધારે RAFની સ્થાપના કરવામાં આવી હતી તે હેતુને RAFએ પાર પાડયા છે
- 70 વર્ષથી જે કોઈ ન કરી શક્યું એવું કાર્ય 370ને નાબુદ કરવાનું કાર્ય વડાપ્રધાન મોદીએ કરી દેખાડ્યું છે.
- અમિત શાહે કાશ્મીર મુદ્દે કહ્યું કે, કાશ્મીર હવે વિકાસ અને શાંતીના રસ્તે ચાલી શકશે
- તેમજ તેઓએ RAFની 27મી વાર્ષગાંઠમાં ઉપસ્થિત રહેવા દેવા માટે RAFનો આભાર માન્યો હતો.
Last Updated : Sep 30, 2019, 12:51 PM IST