ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કોરોના સંક્રમિત, ટ્વીટ કરી જાણકારી આપી - અમિત શાહ લેટેસ્ટ ન્યૂઝ

દેશમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અમિત શાહે પોતે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી.

Union Home Minister Amit Shah
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

By

Published : Aug 2, 2020, 5:16 PM IST

Updated : Aug 2, 2020, 5:22 PM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે. જેમાં અનેક રાજનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ત્યારે આજે રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

અમિત શાહે પોતે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી કે, ‘કોરોનાના પ્રાથમિક લક્ષણ જણાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે પરંતુ ડૉક્ટરની સલાહ મુજબ હું હૉસ્પિટલમાં દાખલ થઇશ. મારી વિનંતી છે કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે લોકો પોતે સેલ્ફ આઇસોલેટ થઇને પોતાની તપાસ કરાવે.’

એક બાજુ દેશમાં રવિવારના દિવસે કોરોનાના 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. નવા આંકડા અનુસાર 24 કલાકમાં 54,735 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ આંકડો 17,50,723 સુધી પહોંચ્યો છે. જ્યારે રિકવર દર્દીઓની સંખ્યા 11,45,629 થઇ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એક દિવસમાં 853 લોકોના મોત થયા છે, આ સાથે જ કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 37,364 થઇ છે.

Last Updated : Aug 2, 2020, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details