કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્કંદગુપ્ત વિક્રમાદિત્યના પ્રસંગે લોકોનું સંબોધન કર્યુ. જેમાં તેમણે વીર સાવરકરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 'તેઓ ન હોત તો 1857ની ક્રાંતિ ઈતિહાસ ન બનતી. તેને પણ આપણે અંગ્રેજોની નજરથી જોઈએ છે. વીર સાવરકરે 1857ને પહેલા સ્વાતંત્ર સંગ્રામનું નામ આપ્યું હતુ.'
ઈતિહાસને ફરીથી લખવાની જરૂરઃ અમિત શાહ - veer savarkara
વારાણસીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્કંદગુપ્ત વિક્રમાદિત્યના પ્રારંભ પ્રસંગે વીર સાવરકરને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, 'વીર સાવરકર ન હોત તો 1857ની ક્રાંતિ જેવો કોઈ શબ્દ ન હોત, આ ઈતિહાસ માટે ક્યાં સુધી અંગ્રેજોને જવાબદાર ઠેરવીશુ, ઈતિહાસને ફરીથી લખવાની જરૂર છે.'
Amit shah
'ઈતિહાસને સમજવાની અને શણગારવાની સાથે ફરીથી લખવાની જવાબદારી દેશની હોય છે. પ્રજાની હોય છે, દેશના ઈતિહાસકારોની હોય છે. ક્યાં સુધી આપણે અંગ્રેજોને જવાબદાર ઠેરવતા રહીશું.'
'આજે દેશ સ્વતંત્ર છે, આપણા ઈતિહાસને ખંગોળી સંદર્ભગ્રંથ બનાવી ઈતિહાસને ફરીથી લખવાની જરૂર છે. વિશ્વાસ છે કે આપણે લખેલા ઈતિહાસમાં સત્ય હશે એટલે તે પ્રસિદ્ધ પણ થશે' તેમ ગૃહપ્રધાને પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.
Last Updated : Oct 17, 2019, 5:12 PM IST