ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને AIIMS હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા - અમિત શાહ કોરોના સંક્રમિત

અમિત શાહને આજે ગુરુવારની સાંજે AIIMSમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમિત શાહ સ્વાસ્થ્ય સંબંધિ તકલીફના કારણે 13 સપ્ટેમ્બરે AIIMSમાં દાખલ થયા હતા.

અમિત શાહ
amit shah

By

Published : Sep 17, 2020, 10:07 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને AIIMS હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. તેઓે શ્વાસ લેવાની તકલીફને કારણે હૉસ્પિટલમાં દાખલ થયા હતા.

2 ઑગસ્ટે થયા હતા કોરોના સંક્રમિત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ 2 ઑગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો. તેમને ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી.

14 ઑગસ્ટે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ 14 ઑગસ્ટે નેગેટિવ આવ્યો હતો. ગૃહપ્રધાને ટ્વીટ કરી લખ્યું હતું કે, આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, હું ભગવાનનો આભાર માનું છું’.


18 ઑગસ્ટે દિલ્હી AIIMSમાં થયા દાખલ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી દિલ્હીની AIIMSમાં દાખલ થયા હતા. શ્વાસ લેવામાં તકલીફને કારણે તેઓને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહને AIIMSના ઑલ્ડ પ્રાઇવેટ વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા.

31 ઑગસ્ટે AIIMSમાંથી થયા ડિસ્ચાર્જ

અમિત શાહને AIIMS હૉસ્પિટલમાંથી 31 ઑગસ્ટના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કૉવિડ સંક્રમણના ઇલાજ બાદ શ્વાસની બિમારી સંદર્ભે તે AIIMSમાં દાખલ થયા હતા.

13 સપ્ટેમ્બરે ફરી AIIMSમાં થયા દાખલ

કેન્દ્રીય પ્રધાન અમિત શાહને રાત્રે 11 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં વિશેષ ડૉક્ટરની ટીમ દ્વારા તેમનો ઇલાજ કરવામાં આવ્યો હતો. અમિત શાહને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓ AIIMSમાં દાખલ થયા હતા. અમિત શાહના મેડિકલ ચેકઅપ માટે સંસદના ચોમાસું સત્ર પહેલા દાખલ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details