ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આરોગ્ય મંત્રાલયે જાહેર કરી PPE અંગે માર્ગદર્શિકા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે PPEના તર્કસંગત ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. હળવા, મધ્યમ અથવા ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં PPEનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ એ બાબતે આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી.

Union Health Ministry
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

By

Published : May 2, 2020, 11:57 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બિન-કોવિડ હોસ્પિટલોમાં કાર્યરત આરોગ્ય સંભાળ કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો(PPE)ના તર્કસંગત ઉપયોગ અંગે શુક્રવારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે PPEનો ઉપયોગ નીચા, મધ્યમ અથવા ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં કેવી રીતે થવો જોઈએ. હોસ્પિટલના વિવિધ વિભાગોને હળવા, મધ્યમ અને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં વહેંચવામાં આવ્યા છે.

માર્ગદર્શિકા અનુસાર PPEના તમામ ઘટકોનો ઉપયોગ ઉચ્ચ જોખમવાળા વિભાગોમાં થવો જોઈએ. જ્યારે ઓછા જોખમવાળા વિભાગોમાં ટ્રિપલ-લેયર માસ્ક અને ગ્લોવ્સ પહેરવા ફરજિયાત છે.

આ ઉપરાંત સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવા અને સામાજિક અંતરને અનુસરવા સૂચના આપવામાં આવી છે. મધ્યમ ભય વિભાગમાં એન-95 માસ્ક, ગોગલ્સ અને ગ્લોવ્સ પહેરવાનું સુચન કરવામાં આવ્યું છે.

PPEએ જૈવિક એજન્ટના સંપર્કને ઘટાડીને કામદારોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે રચાયેલી રક્ષણાત્મક ગિયર્સનું સંયોજન છે. PPEમાં ગોગલ્સ, ફેસ-શિલ્ડ, માસ્ક, ગ્લોવ્સ, કોલર, ગાઉન(એપ્રોન સાથે અથવા વગર), હેડ કવર અને શૂ કવરનો સમાવેશ છે.

હેલ્પ ડેસ્ક, નોંધણી કાઉન્ટર, દર્દીઓના ક્લિનિકલ મેનેજમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા ડૉકટરોની ચેમ્બર અને ફાર્મસી કાઉન્ટરને હળવા-જોખમ કેટેગરીમાં ચિહ્નિત કરવામાં આવ્યા છે.

મંત્રાલયે સામાજિક અંતરને પગલે ટ્રીપલ લેયર મેડિકલ માસ્ક અને લેટેક્ષના ગ્લોવ્સનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. માર્ગદર્શિકાઓ અને મોજાઓ પર હેન્ડ સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવા પણ સુચવ્યું છે.

ડેન્ટલ, ઈએનટી ડૉકટરો, આંખના ડૉકટરોની ચેમ્બર અને પૂર્વ એનેસ્થેટિક ચેક અપ ક્લિનિક્સને મધ્યમ જોખમવાળા ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જ્યાં એન-95 માસ્ક, ગોગલ્સ, લેટેક્ષના ગ્લોવ્સની સલાહ આપવામાં આવી છે.

બધી હોસ્પિટલોએ ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીવાળા દર્દીઓ માટે એક અલગ ટ્રીજ અને હોલ્ડિંગ ક્ષેત્રની વ્યવસ્થા કરવી ઉભી કરવી જોઈએ. જેથી કોવિડ-19ના શંકાસ્પદ કેસો ટ્રાઈએજ થઈ જાય અને મુખ્ય દર્દી વિભાગથી દૂર રહે.

જ્યાં સુધી કોવિડ હોસ્પિટલોના દર્દીઓના વિભાગોની વાત છે, મંત્રાલયે ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા વોર્ડ, વ્યક્તિગત રૂમોને હળવા જોખમવાળા વિસ્તારો તરીકે જાહેર કર્યા છે. જ્યારે આઈસીયુ, ક્રિટિકલ કેર, લેબર રૂમ, ઓપરેશન થિયેટર્સને મધ્યમ જોખમવાળા વિસ્તારો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

મધ્યમ જોખન વાળા વિસ્તારોમાં ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક, ફેસ કવચ(શક્ય હોય ત્યાં), જંતુરહિત લેટેક્ષ ગ્લોવ્સ અને ગોગલ્સનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે, દર્દીઓએ લેબર રૂમમાં માસ્ક પહેરવા ફરજિયાત છે.

મંત્રાલયે વોર્ડ્સ અથવા આઈસીયુમાં ફરજ બજાવતા સમયે ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક અને લેટેક્ષના મોજા પહેરવાની ભલામણ કરી છે. ઈમરજન્સી કેસોમાં ઉપયોગમાં લેવાતા વિસ્તારો હળવા જોખમ વાળા સ્થળમાં આવે છે. જ્યારે ઈમરજન્સી વિભાગના એવા ક્ષેત્રમાં જ્યાં ગંભીર રીતે બીમાર દર્દીઓને રાખવામાં આવે છે એવા વિસ્તારોને ઉચ્ચ જોખમ વાળા વિસ્તારો તરીકે જહેર કરવામાં આવ્યા છે.

મંત્રાલયે ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં PPEના તમામ ઘટકોનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત પ્રયોગશાળાઓ કે, જે નમૂના સંગ્રહ અને પરિવહન અને નિયમિત(બિન-શ્વસન) નમૂનાઓની ચકાસણી માટે ઉપયોગમાં લેવાય છે. તે હળવા-જોખમ કેટેગરી હેઠળ આવે છે. જ્યારે શ્વસન નમૂનાઓ એકત્રિત કરવામાં આવે છે અને લેબ્સ, મધ્યમ-જોખમ કેટેગરીમાં પરીક્ષણમાં આવે છે.

રેડિયો ડાયગ્નોસિસ અને બ્લડ બેંક વગેરે હળવા-જોખમના વર્ગમાં આવે છે. જ્યારે રસોડાના વિસ્તારોને ઓછા જોખમવાળા વર્ગમાં ચિહ્નિત કરવામાં આવ્યા છે. કોઈ સહાયિત વેન્ટિલેશન પર ન હોય તેવા દર્દીઓને પરિવહન કરતી એમ્બ્યુલન્સ ઓછી જોખમવાળા વર્ગમાં આવે છે. જ્યારે ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસના ચેપ(એસએઆરઆઈ) વાળા દર્દીઓને લઈ જતા ઈમરજન્સી વાહનો ઉચ્ચ જોખમની શ્રેણીમાં આવે છે.

માનક સાવચેતીનું હંમેશાં પાલન થવું જોઈએ. PPE મૂળભૂત નિવારક જાહેર આરોગ્ય પગલાં માટે વૈકલ્પિક નથી, જેનું નિયમિતપણે પાલન કરવું જ જોઈએ. ચેપ નિવારણ અને નિયંત્રણ માર્ગદર્શિકામાં વિગતવાર મુજબ PPEનો નિકાલ કરવા માટે આપેલા પ્રોટોકોલનું હંમેશા પાલન કરો. આ ઉપરાંત, દર્દીઓ અને તેમના પરિવારોને પણ ચહેરો ઢાંકવા માટે સુચન કરવામાં આવ્યુંં છે.

ABOUT THE AUTHOR

...view details