દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધન ખેરા ડાબરની બ્રહ્મા પ્રકાશ હોસ્પિટલમાં પહોંચ્યા. આ હોસ્પિટલમાં, કોરોના વાઇરસના 19 પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ દરમિયાન ડો. હર્ષ વર્ધનને હોસ્પિટલમાં તબીબી સુવિધાઓની મુલાકાત લીધી હતી અને તબીબો સાથે વાતચીત કરી હતી. ડૉ. હર્ષ વર્ધને વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દેશમાં, આ પહેલા કોઈ પી.પી.ઇ કીટ બનાવવામાં આવી ન હતી. તે દેશમાં દરરોજ ત્રણથી પાંચ લાખ કીટ બનાવવામાં આવી રહી છે અને અન્ય દેશોમાં પણ મોકલવામાં આવી રહી છે. આ સાથે, ભારત સૌથી વધુ પીપીઈ કિટ્સ બનાવનારો બીજા નબરનો દેશ બન્યો છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને બ્રહ્મા પ્રકાશ હોસ્પિટલની મુલાકાત લીધી - Brahma Prakash Hospital
દિલ્હી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન ખેરા ડાબર બ્રહ્મા પ્રકાશ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે તબીબી સુવિધાઓની મુલાકાત લીધી હતી અને તબીબો સાથે વાતચીત કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન પહોંચ્યા બ્રહ્મા પ્રકાશ હોસ્પિટલની મુલાકાતે
આ સિવાય તેમણે જણાવ્યું હતું કે આયુર્વે આપણી જૂની તાકાત છે અને આયુર્વેદથી જ ખૂબ મોટા રોગોની સારવાર શક્ય છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યારે આપણે સંશોધન દ્વારા આયુર્વેદને આખી દુનિયામાં લાવીશું, ત્યારે આયુર્વેદ વિશ્વભરના અનેક રોગોનો ઉપચાર કરી શકશે અને કોવિડ-19 સામેની આપણી લડતમાં પણ મદદ કરશે.