હાઉસિંગ સેક્ટરને સરકારનું પેકેજ: અટવાયેલા પ્રોજેક્ટ્સ માટે 25 હજાર કરોડનું ફંડ - કેન્દ્રિય નાણા વિભાગ
નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે હાઉસિંગ સેક્ટરને સંદર્ભે નવી માહિતી આપી છે. હવે વૈકલ્પિક નિવેષ ફંડથી સસ્તા ઘરની પરિયોજનાઓ કે મધ્યમ વર્ગ માટેની આવાસને લગતી પરિયોજનાઓ માટે નાણાં ઉપલબ્ધ કરાવાશે.
કેન્દ્રિય પ્રધાનમંડળે અટવાયેલી આવાસના પ્રોજેક્ટ માટે 25 હજાર કરોડ રૂપિયાનો વૈકલ્પિક નિવેષ કોષ બનાવવાની મંજૂરી આપી છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રિય પ્રધાનમંડળની બેઠક બાદ મીડિયા સમક્ષ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ 25 હજાર કરોડ રૂપિયાના ફંડ માટે સરકાર ભારતીય સ્ટેટ બેંક અને એલઆઈસી ઉપલ્બ્ધ કરાવશે. આ ફંડમાંથી 4.58 લાખ ઘરોની 1600 આવાસીય પરિયોજનાઓને ફાયદો થશે. નાણાંપ્રધાને સ્પષ્ટ કર્યું કે આ 25 હજાર કરોડ રૂપિયાના કોષથી અટવાયેલી પરિયોજનાઓ માટે શ્રેણીબધ્ધ રીતે પૈસા ઉપલ્બ્ધ કરાવાશે. અંતમાં રકમ આપવામાં આશે.