ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારી ખર્ચ વધવો કોને ભોગે? - latest news of GDP

1 ફેબ્રુઆરીએ રજૂ થનાર ખાતાવહીના પૂર્વે સરકારી ખર્ચ વધારવાની માગણી વધી છે. અર્થતંત્રને બેઠું કરવા માટેનું દબાણ સરકાર પર ખૂબ જ છે. આ લેખમાં મેક્રૉ-ઇકૉનૉમિસ્ટ રેણુ કોહલી સમજાવે છે કે અર્થતંત્રની સ્થિતિ બદલવા સરકારી ખર્ચ શું કામ વધારવો જોઈએ અને તેને ટકાઉ વલણ પર મૂકવું જોઈએ? વધુ પડતું ધિરાણ એ નકારાત્મક વૃદ્ધિ છે જે અસરકારક સંસાધનના ઉપયોગ માટે ખર્ચને પુનઃસ્થાપન એક માત્ર વિકલ્પ છે.

union-budget-2020
union-budget-2020

By

Published : Jan 28, 2020, 9:10 AM IST

આ વર્ષે અર્થતંત્ર પાંચ ટકાથી નીચે જઈ રહ્યું છે, જે કદાચ તેનાથી પણ નીચે છે, તે માગણી કરે છે કે સરકાર ખર્ચ વધારવો જોઈએ. આ માગણી 1 ફેબ્રુઆરીએ રજૂ થનારી ખાતાવહી પૂર્વે વધી છે.

વર્ષ 2017-18થી સતત ત્રીજા વર્ષે વૃદ્ધિમાં ઘટાડો છે અને છ વર્ષ પહેલાં (2012-13)થી વિરુદ્ધ વાસ્તવિક જીડીપી વૃદ્ધિમાં આ વર્ષે ૧.૮ ટકા પૉઇન્ટનો ઘટાડો થયો છે, જે ઉપભોગ સુધી વિસ્તરે છે. વેપારની ભાવના નિરાશાજનક છે; આથી જે લોકો તેમની ભવિષ્યની આવક વિશે નિરાશા ધરાવે છે તેમની નિરાશા પણ વધે છે.

અર્થતંત્રને બેઠું કરવાનું સરકાર પર દબાણ તીવ્ર છે. આ સંદર્ભમાં એ આશ્ચર્યજનક નથી કે અનેક લોકો આ પતનને રોકવા નાણાકીય ઉત્તેજનની માગણી કરે છે. બીજા તેનાથી વિરુદ્ધ દલીલ કરતા સંયમની તરફેણ કરે છે અને કહે છે કે ખર્ચ વધારવો તે લાંબા સમય માટે યોગ્ય ઉકેલ નથી, તેનાથી ભારત જે પતન સહન કરે છે તે વધશે.

અર્થતંત્રની સ્થિતિ બદલવા સરકારી ખર્ચ વધારી શકાય અને તેને ટકાઉ વલણ પર મૂકી શકાય?

કોઈ સરળ કે અયોગ્ય જવાબો નથી હોતા. સમસ્ત અર્થતંત્ર એ અનેક ગતિમાન ભાગોનો સરવાળો હોય છે જે હંમેશાં એક સાથે વૃદ્ધિ કે ક્ષય પામતા નથી હોતા. એક ભાગ ઉત્તેજન યોજનાને હકારાત્મક રીતે પ્રતિસાદ આપી શકે છે તો બીજો ભાગ તેનાથી વિરુદ્ધ નકારાત્મક હોઈ શકે.

આ રીતે, ખેડૂતો માટે વધુ ફાળવણી, ઉદાહરણ રૂપે પીએમ-કિસાન યોજના દ્વારા, કરવાથી કોઈ શંકા નથી કે તેમના હાથમાં વધુ નાણાં આવશે કારણકે અમીરના પ્રમાણમાં નબળામાં નબળા વર્ગો આવકના પ્રમાણમાં વધુ ખર્ચ કરવાનું વલણ ધરાવે છે અને તેમની વસતિ ભારતમાં વધુ પ્રમાણમાં છે, સમસ્ત માગ અથવા જીડીપી હકારાત્મક પ્રતિસાદ આપશે; અન્ય સ્થિતિ પણ સમાન હોય છે; ખર્ચનું વધેલું કદ પ્રતિભાવ માત્રા નક્કી કરશે.

મૂડીરોકાણમાં અનુષંગિક પ્રતિભાવ વગર આવી વૃદ્ધિ અલ્પજીવી હશે, તે રોજગારી અને આવક વૃદ્ધિ તરફ દોરી જશે જેનાથી પછી ઉપભોગ વધી જશે. તાજેતરનાં વર્ષોમાં જીડીપી વૃદ્ધિ ઘટી રહી છે ત્યારે વર્તમાન ખર્ચમાં જો આપણે ખૂબ જ વૃદ્ધિ જોઈએ તો આ ઉત્તેજનનો અસ્થાયી પ્રકાર સ્પષ્ટ બનશે; ખાદ્ય, ખાતર અને ઈંધણ સબસિડી સહિતની કેન્દ્રીય ક્ષેત્ર યોજનાઓ પીએમ-કિસાન અને અન્ય ખેતીના ટેકાના ભાવ માપદંડ વર્ષ 2018માં વર્ષે-વર્ષે 35ટકા વધ્યો અને ગયા વર્ષે (નાણાકીય વર્ષ 2019માં) 23 ટકા થયો. આમ છતાં વિકાસ ધીમો પડ્યો અને ઉપભોગ પર ખર્ચ ઘટ્યો!

અન્ય પરિદૃષ્ય એ છે કે સરકાર રસ્તા, પૂલ, બંદરો વગેરે પર વધુ ખર્ચે જેમાં વધેલા કૉન્ટ્રાક્ટ અને ઑર્ડરથી સિમેન્ટ, સ્ટીલ અને અન્ય બાંધકામ સામગ્રીનું વેચાણ વધશે, બાંધકામમાં અકુશળ નોકરીઓને પ્રોત્સાહન આપશે. આવા ખાસ ખર્ચ પર વળતર શરૂઆતમાં રોકાયેલી રકમ કરતાં વધુ હશે કારણકે અનેક પ્રવૃત્તિઓ નવા પરિવહન અને અન્ય સંભાવનાઓને પ્રતિસાદ આપશે.

આ અસર વધુ લાંબી ચાલશે, જે સમજાવે છે કે ઉપભોગ કરતાં મૂડીરોકાણને ઉત્તેજનની તરફેણ શા માટે કરાય છે, જોકે આવો ખર્ચ કલ્યાણ અથવા આવક કે જે તાત્કાલિક ખર્ચ કરવામાં આવે છે તેની સરખામણીમાં અમલ કરવામાં લાંબો સમય લેશે. પરંતુ અહીં પણ તાજેતરનો ખર્ચ ઓછો પ્રોત્સાહક હોય છે.

વર્ષ2014-109માં આંતરમાળખામાં સરકારે મોટા પાયે મૂડીરોકાણ કર્યું હતું, જે નાણાકીય વર્ષ ‘18 અને ‘19માં રૂ.4 ટ્રિલિયન સુધી વધ્યું હતું, તેમ છતાં સાચો જીડીપી વૃદ્ધિ દર (નાણાકીય વર્ષ17માં 8.2 ટકાથી) ઘટીને 7.2 ટકા થઈ ગયો.

આ વલણો નોંધપાત્ર છે અને તેને સરળતાથી નકારી શકાય નહીં કારણકે જો ખર્ચની નીતિઓ પૈસામાંથી અપેક્ષા પ્રમાણે પરિણામ ન લાવે, તો તેમણે અભિગમ બદલવો જોઈએ. સરકારે વેરા અને વેરા સિવાયના સ્રોતમાંથી કમાયેલા મર્યાદિત સ્રોત છે; જો વૃદ્ધિ માટે આર્થિક સહાય આપવા વધુ પ્રમાણમાં રકમ ધિરાણ પર લઈ શકે નહીં, પરિણામે સંસાધનો ખૂટી જશે અને તેની નકારાત્મક અસરો થશે. એ એવું ચોક્કસ સ્થળ છે જેમાં અત્યારે ભારતીય સરકાર છે. તે વધી રહ્યું છે અને ઘટતી વૃદ્ધિ સાથે ઉચ્ચ વર્તમાન અને મૂડી ખર્ચના સંકેતો સૂચક છે.

સરકારી બેલેન્સ શીટ માટે લાલ બત્તી નાણાકીય ખાધ દ્વારા સ્થપાયેલી છે. નાણાકીય ખાધ એ આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે જે ધિરાણ દ્વારા બંધ થઈ જાય છે. આ વર્ષે આવકની સ્થિતિ નીચી વૃદ્ધિ અને કૉર્પોરેટ વેરામાં કાપ મૂકવાથી ખૂબ ખરાબ થઈ છે. વેરાની આવક રૂ. 2.6-3 ટ્રિલિયન જેટલી ઘટવા સંભાવના છે; કથિત રીતે, પ્રત્યક્ષ વેરા બે દાયકામાં પહેલી વાર ઘટ્યા છે.

ભારત પેટ્રોલિયમ, કન્ટેઇનર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા અને શિપિંગ કૉર્પોરેશનમાં હિસ્સાનું વેચાણ (વિનિવેશકરણ)માં વિલંબ થતાં કરવેરા સિવાયની આવક પણ ઓછી થવા સંભવ છે. સરકાર આરબીઆઈ તરફથી (આ વર્ષની શરૂઆતમાં રૂપિયા 1.5 ટ્રિલિયનના વધુ હસ્તાંતરણ ઉપરાંત) રૂ. ૧૦૦ અબજના વચગાળાના ડિવિડન્ડ માગીને, ઑઇલ કંપનીઓ અને અન્ય જાહેર સાહસો પાસેથી વધુ ડિવિડન્ડ માગીને અને ટેલિકૉમ કંપનો પાસેથી ભૂતકાળની લેણી રકમ માગીને આવી આવક મેળવવા પ્રયાસ કરશે તેમ કહેવાય છે. આ સ્થિતિ બતાવે છે કે સરકાર પાસે રોકડની કેટલી અછત છે.

આ ઉપરાંત, આ વર્ષે નાણાકીય ખાધ અગાઉ પ્રતિબદ્ધતા મુજબ 3.3 ટકાના જીડીપી સામે 3.8-4.1 ટકા જેટલી રહેવા ધારણા છે. આમાં જોકે અઘોષિત, ખાતાવહી સિવાયના, સરકાર દ્વારા જાહેર સાહસો જેવાં કે એનએચએઆઈ, આઈઆરએફસી, એફસીઆઈ વગેરે દ્વારા ધિરાણનો સમાવેશ થતો નથી. ધિરાણ ખર્ચને મર્યાદિત કરવા સત્તાવાર ખાધ મથાળાને એકબાજુએ મૂકવા ભૂતકાળમાં આ માર્ગ વધુ વપરાતો આવ્યો છે.

તો, સરકાર ખાધ ક્રમશ: ઘટાડવાનું અને સરકારી દેવું ટકાઉ સ્તરે રાખવાનું સૂચવતા નાણા કાયદાને વળગી રહે છે, તેમ છતાં ખાતાવહી બહારના ધિરાણની માત્રા વધી છે.

કુલ સરકારી ધિરાણ સામાન્ય રીતે જીડીપીના ૮.૫-૯ ટકા આસપાસ હોવાનું મનાય છે એટલે કે ભારતીય બચતની લગભગ આસપાસ. આના પરિણામે બિન સરકારી, ખાનગી ધિરાણદારો જેઓ ખૂબ જ ઊંચા વ્યાજદરનો સામનો કરી રહ્યા છે તેમના માટે બહુ ઓછાં નાણાંકીય સંસાધનો બચે છે. એક પ્રતિકૂળ પરિણામ, જેને ‘ક્રાઉડિંગ આઉટ’ તરીકે વર્ણવાય છે.

આથી વધુ સરકારી ખર્ચના કારણે ખાનગી માગણી ઓછી હોઈ શકે છે! આ વર્ષના ઘટાડા ઉપરાંત નાણાકીય ઉત્તેજનને સમાવવા એફઆરબીએમ સમીક્ષા સમિતિ (૨૦૧૭)એ ૦.૫ ટકા જીડીપી સુધી ઘટાડવા ભલામણ કરેલ પેટાનિયમનો માર્ગ અપનાવવાની કેટલાક લોકો તરફેણ કરે છે. આનો અર્થ પણ વધુ ધિરાણ લેવાનો છે.

એવું પણ સૂચન છે કે સરકારે અધિનિયમ સુધારીને એફઆરબીએમ મર્યાદાઓને એકબાજુએ મૂકી દેવી જોઈએ અને વૃદ્ધિ માટે પ્રયાસ કરવો જોઈએ. તે વિશ્વસનીયતા અને બજારના વિશ્વાસને ગુમાવીને મેળવાશે; બજારોને તૈયાર કરવાના મૂળ કાર્ય, જેના માટે કોઈ સમય નથી, તેના વગર આવું પગલું પોતાના પગ પર કુહાડી જ મારવા સમાન થશે.

ઉપરાંત, એવું નથી કે માત્ર ખાધ જ મુશ્કેલીરૂપ છે; સરકારી દેવું (કેન્દ્ર વત્તા રાજ્યો) પણ જીડીપીના ૭૦ ટકાએ જોખમી પ્રદેશ છે. મૂડીરોકાણકારો અને મૂલ્યાંકન સંસ્થાઓ દ્વારા નજીકથી આ જોવાય છે જે વિશ્વાસ ગુમાવે છે અને અધગતિના કિસ્સામાં નીચે ઉતરે છે.

તો પછી પ્રશ્ન એ છે કે શું સરકારે માગને વધારવા વધુ ધિરાણ લેવું જોઈએ? કોઈ ચીજ નિઃશુલ્ક નથી મળતી- એક પરિસ્થિતિ કે કાર્યનાં હકારાત્મક અને નકારાત્મક પરિણામ એકબીજાને સંતુલિત કરે છે. દેવા અથવા નહીં ભરાયેલા ધિરાણ સાથે અર્થતંત્રના અનેક ખાનગી ઘટકો સંઘર્ષ કરી રહ્યા છે; પછી તે બૅન્કો હોય કે એનબીએફસી હોય, મોટી કૉર્પોરેટ હોય કે એમએસએમઇ હોય કે પરિવારો હોય; બીજી બધી ચીજો ઉપરાંત, સારવાર માટે ઓછા વ્યાજ દરનું વાતાવરણ જરૂરી છે અને સરકાર દ્વારા ઓછું ધિરાણ પણ આમાં મદદ કરી શકે છે.

આથી સરકાર માટે શ્રેષ્ઠ અથવા એક માત્ર માર્ગ એ છે કે માત્ર બેલેન્સ શીટ ખર્ચ આસપાસ જ પોતાને નિયંત્રિત રાખવા. જોકે તેનાથી કેટલીક ખર્ચની ચીજો દા.ત. નકામા સબસિડી ખર્ચ ઘટાડવા/તાર્કિક કરવા,ને માગને ઉત્તેજન આપવા વધુ અસરકારક ઉપયોગ તરફ વાળી શકાય છે.

સરકારી સંતુલનમાં ચિહ્નિત અધોગતિથી કોઈ પણ મહત્ત્વાકાંક્ષી ઊંચા સ્તરના ખર્ચ માટેના દરવાજા બંધ થાય છે અને તેના બદલે તે થોડા સમય માટે નીચી વૃદ્ધિને નમ્રતાથી સ્વીકારી લેવા માટે સૂચન કરે છે.

(રેણુ કોહલી નવી દિલ્હી સ્થિત મેક્રૉ ઇકૉનૉમિસ્ટ છે. ઉપર કરેલાં મંતવ્યો તેણીનાં પોતાનાં છે.)

ABOUT THE AUTHOR

...view details