ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020ઃ ભારતીય ટીમ જાહેર - સાઉથ આફ્રિકા

મુંબઈ: BCCIએ અંડર-19 વર્લ્ડ કપમાં 4 વખત ચેમ્પિયન ભારતીય ટીમના 15 ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે. 2020ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં રમાવાની છે. આ ટૂર્નામેન્ટ 17 જાન્યુઆરીથી શરૂ થવાની છે. જેની ફાઈનલ 9 ફ્રેબુઆરી, 2020એ રમાશે.

Under-19 Cricket World Cup: Indian team announced
Under-19 Cricket World Cup: Indian team announced

By

Published : Dec 3, 2019, 8:47 AM IST

BCCIએ 2020માં રમાનાર અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ઉત્તરપ્રદેશના પ્રિયમ ગર્ગ કેપ્ટન હશે.

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020ઃ ભારતીય ટીમ જાહેર

ભારતીય ટીમના કેપ્ટન તરીકે ઉત્તરપ્રદેશનો બોલર પ્રિયમ ગર્ગ ધુરા સંભાળશે. ધ્રુવ ચંદ્ર જુરેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જે ટીમ માટે વિકેટકિપિંગ પણ કરશે.

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપઃ ભારતીય ટીમ જાહેર

આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમ ભાગ લેશે. જે ચાર ગૃપમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં ભારત સિવાય જાપાન,ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા છે.

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ

પ્રિયમ ગર્ગ (કેપ્ટન), યશસ્વી જાયસવાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, ધ્રુવ ચંદ્ર જુરેલ(વાઈસ કેપ્ટન), શાશ્વત રાવત, દિવ્યાશું જોશી, શુંભાગ હેગડે, રવિ બિશ્રોય, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, અથર્વ અંખોલકર, અંચલ અંખોલકર, સુશાંત મિશ્રા,વિધાધર પાટિલ

ABOUT THE AUTHOR

...view details