કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં અગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંકટના વાદળો મંડરાઇ રહ્યાં છે. રાજકિય પાર્ટીઓ અને પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખી નિર્ણય નથી લેવમાં આવ્યો કે, નક્કી કરેલા સમય પ્રમાણે ચૂંટણી યોજાય કે, કેટલાક અઠવાડીયા માટે ચૂંટણીને ટાળી દેવામાં આવે.
પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે હજી સુધી ચૂંટણીની જાહેરાત નથી કરી, પરંતુ સૂત્રોએ દાવો કર્યો કે, રાજ્ય સરકાર 12 અને 26 એપ્રિલની વચ્ચે ચૂંટણી કરાવવા માગે છે. તેમણે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચની 16 માર્ચે યોજાનારી સર્વદળીય બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે નિર્ણય લેવામાં આવશે.