UNCCD(સંયુક્ત રાષ્ટ્ર કન્વેંશન ઑફ ડેઝર્ટિફિકેશન)નું આયોજન કરવાનો મોકો પહેલીવાર ભારતને મળ્યો છે. જેના 14માં સત્રનું ઉદ્વઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. દિલ્હીમાં આ અંગે જાણકારી આપતા કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યુ હતું કે, આ સંમેલન જળવાયુ પરિવર્તન અને વધતા રણ પ્રદેશથી પર્યાવરણને થતાં નુકશાનમાં મનુષ્યની ભુમિકા ઉપર છે.
UNCCD સંમેલનનું આયોજન ભારતમાં, PM મોદી કરશે ઉદ્વઘાટન - બીનઉપજાઉ જમીન
નવી દિલ્હીઃ જળવાયુ પરિવર્તન અને વધતા રણ પ્રદેશની સમસ્યા ઉપર સંયુક્ત રાષ્ટ્ર કન્વેંશન ઑફ ડેઝર્ટિફિકેશનનું આયોજન પહેલી વાર ભારત કરશે. આ સંમેલનમાં વિશ્વના 197 દેશના 72000 પ્રતિનિધિઓ ભાગ લેશે.
તેમણે ઉમેર્યુ હતું કે, આ સંમેલનમાં ભારત ઉપરાંત ચીન, બ્રાઝીલ, રશિયા, દક્ષિણ આફ્રિકા સહિત 122 દેશ આ અંગેના પ્રસ્તાવ ઉપર સહમત છે. તેમજ કુલ 192 દેશના 72,000 પ્રતિનિધિઓ ભાગ લેશે.
તમામ દેશના પ્રતિનિધિઓ ભેગા થઈ રણપ્રદેશનો વધતો વિસ્તાર, જળવાયુ પરિવર્તન, ભૂ-રક્ષણ અને દુષ્કાળના પડકારો તેમજ તેના નિરાણકરણ માટે ચર્ચા કરશે. જાવડેકરે ઉમેર્યુ હતું કે, સરકારનું લક્ષ્ય 10 વર્ષની અંદર 50 લાખ હેક્ટર બીનઉપજાઉ જમીનને ઉપજાઉ જમીનમાં પરિવર્તિત કરવાનું છે. આ માટે દેહરાદૂનમાં વન અનુસંધાન સંસ્થાનમાં એક કેન્દ્ર સ્થાપિત કરાશે.