ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ્યસભામાં દેવગૌડા, મલ્લિકાર્જુન, ઈરાના કડ્ડી અને અશોક ગસ્તી બિનહરીફ ચૂંટાયા - ઈરાના કડ્ડી બિનહરીફ ચૂંટાયા

કર્ણાટકથી કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન અને ભાજપના નેતાઓ અશોક ગસ્તી અને ઈરાના કડાડી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે.

કોંગ્રેસ
કોંગ્રેસ

By

Published : Jun 12, 2020, 11:58 PM IST

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ-સેક્યુલર (જેડી-એસ)ના વડા એચડી દેવેગૌડા, કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન અને ભાજપના નેતાઓ અશોક ગસ્તી અને ઈરાના કડ્ડી કર્ણાટકથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે.

કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાવાની છે. આ ચાર બેઠકો 25 જૂને ખાલી થઇ રહી છે. હાલમાં આ બેઠકો કોંગ્રેસના રાજીવ ગૌડા અને બી.કે. હરિપ્રસાદ, ભાજપના પ્રભાકર કોરે અને જેડી (એસ)ના ડી કુપેન્દ્ર રેડ્ડી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

આ પહેલા મંગળવારે જેડીએસ સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.

17 રાજ્યોની 55 રાજ્યસભા બેઠકો પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની હતી પરંતુ કોવિડ-19ને કારણે કમિશનને ચૂંટણી મોકૂફ રાખવી પડી. જે બાદ ચૂંટણી પંચે 19 જૂને રાજ્યસભાની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details