ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચેર્નોબિલ પરમાણુ ઉર્જા પ્લાન્ટ નજીક આગને કારણે વધ્યું રેડિયેશન - ચેર્નોબિલ પરમાણુ ઉર્જા પ્લાન્ટ ન્યુઝ

ચેર્નોબિલ પરમાણુ ઉર્જા પ્લાન્ટની આજુબાજુના વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. અધિકારીઓએ કહ્યું કે આ ક્ષેત્રમાં પરમાણુ કિરણોત્સર્ગ સામાન્ય કરતા ઘણું વધારે હતું. 1986 ના બ્લાસ્ટ પછી આ પરમાણુ ઉર્જા પ્લાન્ટ બંધ થઈ ગયો હતો અને આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો.

આગ
આગ

By

Published : Apr 6, 2020, 10:26 PM IST

ચેર્નોબિલ: યુક્રેનના ચાર્નોબિલ પરમાણુ ઉર્જા પ્લાન્ટની આજુબાજુના વિસ્તારમાં આગ લાગી હતી. 1986 ના બ્લાસ્ટ પછી આ પરમાણુ પ્લાન્ટ બંધ થઈ ગયો હતો અને આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ 250 એકર વિસ્તારમાં ફેલાઇ છે. સ્થાનિક અધિકારી યેહોર ફિરસોવે જણાવ્યું કે આગની નજીકના પરમાણુ વિકિરણો સામાન્ય કરતા ઘણા વધારે હતા.

જો કે રાહતની વાત એ છે કે રાજધાની કિવ નજીક રેડિયેશન સામાન્ય હતું. કિવ ઘટનાસ્થળથી 100 કિ.મી. દક્ષિણમાં સ્થિત છે.

ચેર્નોબિલમાં એક નજીવી વસ્તી છે. 1986 માં બનેલી ઘટના બાદ, લગભગ બધા જ ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ સરકારના આદેશોની વિરુદ્ધ આજે પણ તે વિસ્તારમાં લગભગ 200 લોકો વસે છે.

ABOUT THE AUTHOR

...view details