દહેરાદૂન/લદ્દાખઃ લદ્દાખ બોર્ડર પર તૈનાત ઉત્તરાખંડના જવાન શહીદ થયો છે. કિચ્છા ગૌરીકલા નિવાસી 24 વર્ષીય જવાન દેવ બહાદુર શહીદ હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
લદ્દાખમાં શહીદ થયેલા ઉત્તરાખંડના જવાન પર CM રાવતે શોક વ્યક્ત કર્યો - ઉત્તરાખંડ જવાન શહિદ
લદ્દાખ બોર્ડર પર તૈનાત ઉત્તરાખંડના જવાન શહીદ થયો છે. કિચ્છા ગૌરીકલા નિવાસી 24 વર્ષીય જવાન દેવ બહાદૂર શહીદ હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન દેવ બહાદૂરનો પગ જમીન પર પડેલા ડાયનામાઇન્સ પર પડ્યો હતો. લદ્દાખમાં પેટ્રલિંગ દરમિયાન જવાનનો પગ જમીન પર ડાયનામાઈન્સ પર પડ્યો હોવાથી તે શહીદ થયો છે. આ જવાન ઉત્તરાખંડનો નિવાસી હતો. જવાનના શહીદની ખબર સાંભળી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
જવાનની શહીદી પર ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્રસિંહ રાવતે શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યુ કે, લેહ-લદ્દાખ સીમા પર પોતાની ફરજ બજાવતા ગૌરીકલા કિચ્છાના નિવાસી 24 વર્ષીય જવાન કરનદેવ ઉર્ફે દેવ બહાદૂર શહીદ થયા છે. તેમના આ બલિદાનને હું શત શત નમન કરુ છું. શહીદના પરિજનોને ધૈર્ય પ્રદાન કરો. સરકાર હંમેશા શહીદના પરિજનો સાથે ઉભી છે.