ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ, પોતાને આઇશોલેટ કર્યા

યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનનો કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે વડાપ્રધાને ટ્વીટ કરી માહિતી આપી છે.

યુકેના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, પોતાને આઇશોલેટ કર્યો
યુકેના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, પોતાને આઇશોલેટ કર્યો

By

Published : Mar 27, 2020, 8:45 PM IST

Updated : Mar 27, 2020, 9:07 PM IST

લંડન: યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનનો કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ માહિતી વડાપ્રધાને પોતે ટ્વીટ કરી આપી હતી. વડાપ્રધાને ટ્વિટ કર્યું કે, "છેલ્લા 24 કલાકમાં મને હળવા લક્ષણોની અનુભૂતિ થઈ છે અને મારો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે હું પોતાને આઇશોલેટ કરી રહ્યો છું, પરંતુ હું વીડિયો કોન્ફરન્સ દ્વારા સરકારનું નેતૃત્વ કરીશ. આ સાથે મળીને અમે તેને હરાવીશું#StayHomeSaveLives "

ઉલ્લેખનિય છે કે બ્રિટનમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 11 હજારથી વધી ગઈ છે. યુકેમાં આ રોગને કારણે 550થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) એક દિવસમાં 25 હજાર સુધીના ટેસ્ટ કરી શકે છે. આરોગ્ય અને સામાજિક વિભાગે જણાવ્યું છે કે મંગળવાર સુધીમાં દેશભરની સ્થાનિક હોસ્પિટલોમાં 1.5 મિલિયન ફેસ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.

Last Updated : Mar 27, 2020, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details