નીરવ મોદીને વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની અદાલતમાં વૈંડ્સવર્થ કેદમાં પ્રત્યેક 28 દિવસે નિયમિત હાજર રહેવાના ભાગ રૂપે કોર્ટમાં રજૂ કરાયો હતો. નીરવ મોદીના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી 11 મેથી શરૂ થવાની છે, અને આ સુનાવણી આશરે પાંચ દિવસ ચાલવાની શક્યતા છે.
ડેપ્યુટી ચીફ મેજિસ્ટ્રેટ ટૈન ઈકરામે જ્યારે નીરવ મોદીને પૂછ્યું કે, શું તેને કોઈ અન્ય મુદ્દે કંઈ કહેવાનું છે? ત્યારે જવાબમાં નીરવ મોદીએ કંઈ જ કહ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદીએ ઘરમાં જ નજરકેદની બાંહેધરી આપીને જામીન મેળવવા માટે ગત નવેમ્બર મહિનામાં નવેસરથી અરજી કરી હતી.