નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે ઉજ્જવલા યોજનાના સાત કરોડથી વધુ લાભાર્થીઓને નિઃશૂલ્ક સિલેન્ડર આપવાની સુવિધાના સમયગાળામાં વધારો કર્યો છે. હવે સપ્ટેમ્બર સુધી મફત 3 ગેસ સિલિન્ડર મળશે. આમ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમબીકેવાઈ) હેઠળ ત્રણ ગેસ સિલિન્ડર નિઃશૂલ્ક આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના પ્રસ્તાવનો સ્વીકાર કરતા ઉજ્જવલાના લાભાર્થીઓને માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી.